Face Of Nation, 21-09-2021: આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મંગળવારે ગોવામાં નોકરીઓ અને બેરોજગારી વિશે સાત મોટી જાહેરાતો કરી છે. કેજરીવાલે વચન આપ્યુ છે કે, જો આપ પાર્ટી સત્તામાં આવશે તો તે ભ્રષ્ટાચાર રોકશે. સાથે જ તે રાજ્યમાં .યુવાનો સુધી સરકારી નોકરીઓ પહોંચાડશે. ઉપરાંત દરેક ઘરમાંથી એક સરકારી નોકરી પણ આપવામાં આવશે. કામની શોધ કરી રહેલા લોકોને 3,000 રૂપિયા ભથ્થુ પણ આપવામાં આશે. દિલ્હીના સીએમે જાહેરાત કરતા જણાવ્યુ છે કે, 80 ટકા નોકરીઓ ગોવાના મૂળનિવાસીઓ માટે અનામત રાખવામાં આવશે.
કેજરીવાલે સોમવારે વચન આપ્યુ હતું કે, ગોવામાં યુવાનોને નોકરીઓ નથી મળતી અને તે સ્થાનિક લોકો સાથે આ મુદ્દા પર ચર્ચા કર્યા બાદ પ્રવાસ કરશે. આપ નેતાએ દાવો કર્યો હતો કે, સરકારી નોકરી પક્ત પૈસાવાળા લોકો અને મળતિયાઓને જ મળે છે. કેજરીવાલે ટ્વિટ કર્યુ હતું કે, બેરોજગારી ચરમસીમા પહોંચી હોવાના કારણે ગોવાના યુવાનોને નોકરી નથી મળતી. સરકારી નોકરી ફક્ત પૈસાવાળા અને મળતિયાઓને જ મળે છે.
મહિનાની શરૂઆતમાં આપે ગોવામાં બેરોજગારીની સમસ્યા વિરુદ્ધ એક અભિયાનની શરૂઆત કરી હતી અને લોકોને એ પાર્ટીને વોટ નહીં આપવાનુ કહ્યુ હુતં જે તેમને નોકરી આપવામાં નિષ્ફળ રહ્યા છે. ગોવામાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જેમાં આમ આદમી પાર્ટી પણ ઝંપલાવશે.
(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)