Face Of Nation, 21-09-2021: ગીર બોર્ડરની જસાધાર રેન્જમાં અચાનક બપોરે અઢી વાગ્યાની આસપાસ 3.4 ની તીવ્રતાના બે ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે, ભૂકંપના આંચકા બાદ હાલ જાનહાનીના કોઈ સમાચાર સામે આવ્યા નથી.
ગીર બોર્ડરની જસાધાર રેન્જના તુલસી શ્યામ વિસ્તારમાં બપોરના સમયે અચાનક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે 2.30 થી 2.33 વાગ્યામાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. ત્રણ મિનિટમાં 3.4 ની તીવ્રતાના બે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉનાથી 30 કિલોમિટર દૂર નોંધાયું હતું.
જો કે, ભૂકંપના આંચકાના કારણે આસપાસના ગીર બોર્ડરના 15 થી 17 ગામોમાં તેની અસર જોવા મળી હતી. ત્યારે રાવલ ડેમ પણ તે જ વિસ્તારમાં આવેલો હોવાથી લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
આ આંચકો સિમિત વિસ્તારમાં જોવા મળ્યો હતો. ઉના અને ગીર ગઢડામાં સિવાય અન્ય વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા નથી. જાનહાનીના કોઈ સામાચાર સામે આવ્યો નથી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)