Home Uncategorized Exclusive : મહંત નરેન્દ્રગિરી આત્મહત્યા કેસના આરોપી આનંદગિરીનું ગુજરાત કનેક્શન, ગત વર્ષે...

Exclusive : મહંત નરેન્દ્રગિરી આત્મહત્યા કેસના આરોપી આનંદગિરીનું ગુજરાત કનેક્શન, ગત વર્ષે નીતિન પટેલને મળીને શું કરી હતી રજુઆત, વાંચો

Face Of Nation, 22-09-2021 : સમગ્ર દેશમાં ચર્ચા સ્થાને રહેલો પ્રયાગરાજના મહંત નરેન્દ્રગીરીની આત્મહત્યા અંગે અનેક ખુલાસાઓ થઇ રહ્યા છે. આ કેસમાં નરેન્દ્રગીરીની સ્યુસાઇડ નોટને આધારે તેમના શિષ્ય આનંદગિરિની ધરપકડ કરીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જો કે આનંદગિરી હંમેશા વિવાદને લઈને ચર્ચામાં રહ્યો છે. આનંદગિરી 10 વર્ષનો હતો ત્યારથી સંન્યાસી જીવન અપનાવવાના રસ્તે ચાલ્યો હતો. નરેન્દ્ર ગિરી કોઈ મંદિરના મહંત નહોતા ત્યારથી આનંદગિરી તેમના શિષ્ય બન્યા હતા. ગુજરાતમાં જ અખાડાની એક સંસ્થામાં ફરજ બજાવતા આનંદગિરીની સન્યાસી જીવનશૈલી વૈભવી રહી છે. આનંદગિરીએ વર્ષ 2020માં માર્ચ મહિનામાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન આનંદગિરીએ ગૌ મંત્રાલયની રચના કરવા અને ગૌ હત્યા અટકાવવા મામલે ચર્ચા કરી હતી. આ દરમ્યાન તેમની સાથે તેમના ગુજરાતના કેટલાક અનુયાયીઓ પણ જોડાયા હતા.


વિમાની માર્ગે માર્ચ, 2020માં ગુજરાતના પ્રવાશે આવેલા આનંદગિરીએ વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન તે ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલને પણ મળ્યો હતો સાથે જ તે ડાકોર રણછોડરાય મંદિરની મુલાકાતે પણ ગયો હતો અને મંદિરના પૂજારી સાથે ચર્ચા કરી હતી. આ દરમ્યાન તેના ગુજરાતના કેટલાક ખાસ અનુયાયીઓ સાથે રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, નરેન્દ્રગીરી ઘણા નેતાઓ સાથે ઘરોબો ધરાવે છે. તેણે અનેકવાર જુદા જુદા રાજકીય નેતાઓ સાથે મુલાકાત કરી છે. નરેન્દ્રગીરી અવનવા નિવેદનો આપીને મીડિયામાં પણ ચર્ચા સ્થાને રહ્યો છે.
બાળપણથી નેતાગીરીનો વિચાર ધરાવતા આનંદગિરીએ ભગવાની આડ લઈને પોતાનો પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો. ધાર્મિક્તાની આડ લઈને તેના વૈભવી શોખ પુરા કરવાની સાથે વિદેશમાં ફરવાના શોખ આનંદગિરી પુરા કરતો હતો સાથે જ તેના વિવાદી વર્તનને કારણે અવારનવાર ચર્ચામાં રહ્યો છે. મહંત નરેન્દ્રગીરીની આત્મહત્યા બાદ મળેલી સ્યુસાઇડ નોટથી બહાર આવ્યું કે, આનંદગિરી તેના ગુરુને બદનામ કરવાના અનેક પ્રયાસો કરતો હતો. આનંદગિરી ઉપર ઓસ્ટ્રેલિયામાં યુવતીની છેડતીને લઈને ગુનો નોંધાયાથી લઈને તે દારૂનો નશો કરતો હોવા સહીત અનેક આક્ષેપોને લઈને તે વિવાદમાં રહ્યો છે.
મહંત નરેન્દ્રગીરી ગુજરાતમાં વડોદરા સાથે પણ સંપર્ક ધરાવતા હતા. તેઓ 2 વર્ષ પહેલાં વડોદરા આવ્યા હતા અને વડોદરા શહેર તથા કરનાળીમાં તેમનું મંદિર અને જમીનો પણ આવેલી છે. તેઓ અવારનવાર ગુજરાતના યાત્રાધામ અંબાજીમાં ગબબરની મુલાકાતે પણ આવતા હતા. મહંત નરેન્દ્રગીરી 2 વર્ષ પહેલાં વડોદરા આવ્યા હતા અને ચોખંડી મંદિરમાં તેમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વડોદરામાં ચોખંડી વિસ્તારમાં તેમનું મંદિર આવેલું છે તથા જિલ્લાના કરનાળીમાં પણ મહાકાલી મંદિર આવેલું છે. આ મંદિર અને તેની આસપાસની જમીનો પણ તેમના અખાડાની મઠની સંપત્તિ અને કરોડોની જમીન વિવાદ મુદ્દે યુપી પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.

https://www.youtube.com/watch?v=6expLyubklY

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જયારે કુંભમેળામાં ગયા હતા ત્યારે પણ આનંદગિરીએ તેમની સાથે સેલ્ફી વિડીયો બનાવ્યો હતો. આ મુલાકાત દરમ્યાન વિજય રૂપાણીએ તેમની પત્ની સાથે બડે હનુમાનજી મંદિરની પણ મુલાકાત લીધી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો) 

Exclusive : મહંત નરેન્દ્રગિરી આત્મહત્યા કેસના આરોપી આનંદગિરીનું ગુજરાત કનેક્શન, ગત વર્ષે નીતિન પટેલને મળીને શું કરી હતી રજુઆત, વાંચો

દેશમાં કોરોના સંપૂર્ણ રીતે હવે ક્યારેય સમાપ્ત નહીં થાય, સામાન્ય શરદી-ખાંસી, તાવ જેવો થઈ જશે કોરોના : AIIMS ડિરેક્ટર