Home News ઘર બેઠા મેળવો મોબાઈલ સિમ, દુકાનેથી મળતા સિમ માટે કોઈ દસ્તાવેજ આપવા...

ઘર બેઠા મેળવો મોબાઈલ સિમ, દુકાનેથી મળતા સિમ માટે કોઈ દસ્તાવેજ આપવા નહીં પડે: કેન્દ્ર સરકારે લીઘો મોટો નિર્ણય

Face Of Nation, 22-09-2021: ભારતમાં ટેલીકોમ ક્ષેત્રમાં મોબાઈલ કંપનીઓને રાહત આપવાના એલાન બાદ હવે મોદી સરકારે ગ્રાહકો માટે ઘણી સુવિધાઓનું એલાન કર્યુ છે. સંચાર મંત્રાલયે જાહેર કરેલા એક આદેશમાં જાહેર કરીને નવા મોબાઈલ સીમ લેવા અને પ્રિપેડથી પોસ્ટપેડ અને પોસ્ટપેડથી પ્રીપેડમાં ફેરફારના નિયમોને ખુબ જ સરળ બનાવવાનું એલાન કર્યું છે.

સંચાર મંત્રાલયથી જાહેર આદેશ મુજબ જો આપ ઘર બેઠા નવું મોબાઈલ સિમકાર્ડ લેવા ઈચ્છતા હોય તો હવે એ સંભવ થઈ શકશે. જે માટે આપે ફક્ત તેની કંપનીની એપ અથવા વેબસાઈટ પર આવેદન ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભરતા સમયે ગ્રાહકોને એક વૈકલ્પિક નંબર આપવો પડશે. જેના પર ઓટીપી મોકલીને સત્યતાની તપાસ કરી શકાશે.

અરજદારે તેના ફોર્મ પર તેનો ફોટોગ્રાફ અને વીડિયો પણ અપલોડ કરવો પડશે. સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા પછી, આપેલ સરનામાં પર ગ્રાહકને નિષ્ક્રિય સિમ આપવામાં આવશે અને અમુક પ્રક્રિયાઓ અને ચકાસણીઓ પૂર્ણ કરીને સિમ કાર્ડ સક્રિય કરી શકાય છે.

જે ગ્રાહકો બજારમાં જાય છે અને મોબાઇલ સર્વિસ કંપનીની દુકાન અથવા શોરૂમમાંથી નવું મોબાઇલ સિમકાર્ડ લે છે તે ગ્રાહકોને મોટી સગવડ આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. હવે આ માટે કોઈપણ દસ્તાવેજની જરૂર રહેશે નહીં. હાલમાં, સિમ મેળવવા માટે આધાર અથવા અન્ય કોઇ દસ્તાવેજ અરજી સાથે જમા કરાવવાના રહેશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)