Home Uncategorized અમેરિકા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ ઉપર રહેલા ભારતીયોને મળ્યા, અમેરિકી અધિકારીઓએ...

અમેરિકા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ ઉપર રહેલા ભારતીયોને મળ્યા, અમેરિકી અધિકારીઓએ વડાપ્રધાનને આવકાર્યા

Face Of Nation, 23-09-2021 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસ પર છે. વોશિંગટન એરપોર્ટ ઉપર આશરે 70 થી 80 ભારતીયોએ તેમને હર હર મોદી, ઘર ઘર મોદીના નારા સાથે આવકાર્યા હતા. મોદી કારમાંથી ઉતરીને ભારતીયોનું અભિવાદન ઝીલ્યું હતું. તેમણે બુધવારે રાત્રે ગ્લોબલ કોવિડ સમિટને સંબોધિત કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે જ્યારે ભારત કોરોનાની બીજી લહેરનો સામનો કરતું હતું તે સમયે વિશ્વએ અમારી મદદ કરી હતી. તેમણે કહ્યું કે કોરોના મહામારી ઓચિંતા જ આવી પડેલી આપદા છે અને હજુ સુધી તેનો અંત આવ્યો નથી.
PM મોદીએ કહ્યું કે વિશ્વએ વેક્સિન સર્ટીફિકેટને સરળ કરવું જોઈએ. એ વાતની પણ કાળજી રાખવી જોઈએ કે વેક્સિન માટે કાચામાલના પુરવઠામાં કોઈ અવરોધ ન આવે. વિશ્વના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે વેક્સિનેશનની કામગીરી પૂરી કરવાની બાકી છે. માટે રાષ્ટ્રપતિ બાઇડનની વેક્સિન ડોનેશન ડબલ કરવાની પહેલ પ્રશંસનીય છે. જો બાઈડને બુધવારે સાંજે જાહેરાત કરી હતી કે અમેરિકા પોતાની 0.5 બિલિયન વેક્સિન ડોનેશનને વધારી 1 બિલિયન કરશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

કોરોનાથી થયેલા મોત માટે વળતર નક્કી કરાયું, પીડિત પરિવારને મળશે 50 હજાર

Exclusive : મહંત નરેન્દ્રગિરી આત્મહત્યા કેસના આરોપી આનંદગિરીનું ગુજરાત કનેક્શન, ગત વર્ષે નીતિન પટેલને મળીને શું કરી હતી રજુઆત, વાંચો