https://youtu.be/ORlaXGqPw7o
Face Of Nation, 23-09-2021 : સોશિયલ મીડિયામાં હાલ એક વિડીયો વાયરલ થયો છે. આ વીડિયોમાં મહિલા અધિકારી બેફામ ગાળો બોલી રહી છે. આ મહિલા અધિકારીની ઓફિસમાં જયારે પાંચ થી સાત જેટલા લોકો હાજર છે છતાં ગાળો બોલતા શરમ નથી. અહીં પુરેપુરો વિડીયો રજૂ કરવામાં આવ્યો નથી કેમ કે વીડિયોમાં આ મહિલા બેફામ ગાળો બોલી રહી છે. સાથે રહેલો પુરુષ કર્મચારી પણ બેફામ ગાળો બોલી રહ્યો છે.
દાદરા નગર હવેલી ગ્રામ પંચાયતના તાબા હેઠળ આવતા સમરવાણી ગામના મહિલા અધિકારીનો આ વિડીયો છે. દાદરા નગર હવેલીના ગ્રામ પંચાયતના પ્રમુખ નિશા ભંવર છે અને ઉપ પ્રમુખ દીપક પ્રધાન છે. વિડીયોમાં ગાળો બોલતી મહિલા અધિકારી દિપક પ્રધાનના નામનો ઉલ્લેખ કરી રહી છે. જો કે હજુ સુધી આ મહિલા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ તે અંગે જાણવા ફેસ ઓફ નેશને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હરિલાલ ચાવડાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓએ કોલ રિસીવ કર્યો ન હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)