Face Of Nation, 23-09-2021: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે ભારતીય સમય મુજબ 3.30 વાગે અમેરિકાના વોશિંગ્ટન પહોંચ્યા. પોતાના ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસ દરમિયાન પીએમ મોદી અનેક મહત્વના કાર્યક્રમોમાં ભાગ લેશે. એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ભારતીય મૂળના સેંકડો લોકોએ પીએમને ઉષ્માસભર સ્વાગત કર્યું. પીએમ મોદી આજે અમેરિકાની દિગ્ગજ કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમેરિકાની દિગ્ગજ કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરશે. ભારતની સૈન્ય ક્ષમતા વધારવા માટે અમેરિકાથી 30 પ્રીડેટર ડ્રોન ખરીદીને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 સપ્ટેમ્બરે વોશિંગ્ટનમાં ચાર ટોચની અમેરિકી કંપનીઓના સીઈઓની સાથે સાથે સશસ્ત્ર ડ્રોન નિર્માતા જનરલ એટોમિક્સના પ્રમુખ સાથે પણ મુલાકાત કરશે.
પીએમ મોદી આજે અમેરિકા પહોંચ્યા. આ દરમિયાન પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સહિત દુનિયાના અનેક મોટા નેતાઓ સાથે વાતચીત કરશે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને ભારતથી બનેલા ક્વાડની એક મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લેશે અને સંયુક્ત રાષ્ટ્રમાં ભાષણ પણ આપશે. કોરોના વાયરસ અને અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ દુનિયામાં ભારતની ભૂમિકા શું હશે? પરંતુ પહેલા તમને એ જણાવીએ કે પીએમ મોદીએ અમેરિકા રવાના થતા પહેલા શું કહ્યું.
– પીએમ મોદીએ કહ્યું કે તેઓ આ પ્રવાસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે રણનીતિક ભાગીદારી અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. જેમાં ચીન અને અફઘાનિસ્તાનનો મુદ્દો સામેલ હોઈ શકે છે.
– પીએમ મોદી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પણ મળશે. કમલા હેરિસ સાથે તેમની આ પહેલી મુલાકાત હશે. જેમાં સાયન્સ અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં સહયોગને લઈને બંને નેતાઓ ચર્ચા કરશે.
– ક્વાડ બેઠકમાં Indo Pacific Region પર ચર્ચા થશે. ક્વાડ દેશોમાં ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાનો સમૂહ છે અને વૈશ્વિક કૂટનીતિની રીતે તે ચીન વિરુદ્ધ એક મોટો મંચ બની શકે છે.
અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીત સિંહ સંધૂએ પીએમ નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું. આ સાથે જ બ્રિગેડિયર અનૂપ સિંઘલ, એર કમોડોર અંજન ભદ્ર, અતાશે કમોડોર નિર્ભયા બાપના અને યુએસ ડેપ્યુટી સ્ટેટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રિસોર્સિસ ટી એચ બ્રાયન મેકેકેન સહિત રક્ષા અતાશેએ પણ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું. પીએમ મોદી વોશિંગ્ટન ડીસી પહોંચે તે પહેલા જોઈન્ટ બેસ એન્ડ્ર્યુઝની બહાર લોકો તેમના સ્વાગત માટે ઉમટી પડ્યા હતા. પીએમ મોદીએ પોતાના સ્વાગત માટે આવેલા લોકો સાથે મુલાકાત પણ કરી. એરપોર્ટ પર લોકોને મળ્યા બાદ પીએમ મોદી હોટલ વિલાર્ડ ઈન્ટરકોન્ટિનેન્ટલ વોશિંગ્ટન ડીસી પહોંચ્યા.
#WATCH | Prime Minister Narendra Modi arrives at the airport at Andrews Airbase, United States pic.twitter.com/K2fJotDCfX
— ANI (@ANI) September 22, 2021
US: Prime Minister Narendra Modi meets people who were waiting to welcome him at Joint Base Andrews in Washington DC pic.twitter.com/YkAWQSPCI3
— ANI (@ANI) September 22, 2021
US: Prime Minister Narendra Modi arrives at the hotel in Washington DC
PM Modi is on a 3-day visit where he will be attending the first in-person Quad Leaders’ Summit, hold bilateral meetings, & address United Nations General Assembly pic.twitter.com/25OhBIyepw
— ANI (@ANI) September 22, 2021
પીએમ મોદીને એરપોર્ટ પર મળવા માટે લોકોમાં ખુબ ઉત્સાહ જોવા મળ્યો. વોશિંગ્ટનના જોઈન્ટ બેસ એન્ડ્ર્યુઝ એરપોર્ટ પર તેઓ ઉતર્યા ત્યારે મોટી સંખ્યામાં ભારતીયોએ તિરંગો લહેરાવીને જોરદાર સ્વાગત કર્યું. લોકો મોદી મોદીની બૂમો પાડતા હતા. એરબેસથી પીએમનો કાફલો પેન્સિલવિનિયા એવેન્યૂ હોટલ વિલાર્ડ રવાના થયો.
#WATCH | Prime Minister Narendra Modi arrives at the hotel in Washington DC, US pic.twitter.com/vlZRsIHUhw
— ANI (@ANI) September 22, 2021
બે વર્ષમાં પીએમ મોદીનો આ પહેલો અમેરિકા પ્રવાસ છે. આ બે વર્ષમાં અમેરિકામાં સત્તા પણ બદલાઈ ગઈ છે. પીએમ મોદી આવતી કાલે શુક્રવારે વ્હાઈટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે પહેલો વ્યક્તિગત દ્વિપક્ષીય સંવાદ કરશે. ત્યારબાદ ક્વાડ લીડર્સની શિખર બેઠક થશે. પીએમ મોદી આજે અમેરિકાની દિગ્ગજ કંપનીના સીઈઓ સાથે મુલાકાત કરશે. જેમાં પાંચ મોટી કંપનીઓ ક્વાલકોમ (Qualcomm), એડોબ (Adobe), ફર્સ્ટ સોલર, જનરલ એટોમિક્સ અને બ્લેકસ્ટોનના સીઈઓ સામેલ હશે. ત્યારબાદ વિલાર્ડ હોટલમાં ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન સાથે મુલાકાત કરશે.
સપ્ટેમ્બર 23 નો કાર્યક્રમ
3:30 am IST: પીએમ મોદી વોશિંગ્ટન પહોંચ્યા
7.15 pm IST: પીએમ મોદી અમેરિકાની દિગ્ગજ કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરશે
11 pm IST: પીએમ મોદીની ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન સાથે મુલાકાત
સપ્ટેમ્બર 24 નો કાર્યક્રમ
00:45 IST onwards: પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને વોશિંગ્ટનમાં મળશે
3:00 am IST: જાપાનના પીએમ સાથે દ્વિપક્ષીય બેઠક. આ બેઠક 45 મિનિટ ચાલશે
સપ્ટેમ્બર 25 નો કાર્યક્રમ
પીએમ મોદી ન્યૂયોર્કમાં United Nations General Assembly (UNGA) ના 76માં સેશનને કરશે સંબોધન
(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)