Home Politics PM મોદી સાથે બેઠક બાદ Qualcomm ના CEO એ કહ્યું- ભારત સાથે...

PM મોદી સાથે બેઠક બાદ Qualcomm ના CEO એ કહ્યું- ભારત સાથે પાર્ટનશિપ પર ગર્વ

Face Of Nation, 23-09-2021:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે ગયા છે. આ પ્રવાસ પર પીએમ મોદી ઘણા ગ્લોબલ સીઇઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. તેમણે ક્વાલકોમના સીઇઓ ક્રિસ્ટિયાનો આર અમોન સાથે બેઠક કરી. વિભિન્ન કંપનીઓના સીઇઓ સાથે મુલાકાત બાદ પીએમ મોદીની ઘણા દેશોના નેતાઓ સાથે પણ બેઠક થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરૂવારે મોડી રાત્રે ઓસ્ટ્રેલિયાઇ પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન સાથે બેઠક કરશે. ત્યારબાદ અમેરિકન ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે પણ મોદીની દ્વિપક્ષીય બેઠક થવાની છે. જાપાનના વડાપ્રધાન યોશિહિડે સુગા અને પીએમ મોદી પણ પરસ્પર વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા કરશે.

‘ભારત સાથે પાર્ટનરશિપ કરીને અમને ગર્વ છે’
પીએમ મોદી સાથે બેઠક કર્યા બાદ ક્વાલકોમના સીઇઓ ક્રિસ્ટિયાનોએ કહ્યું કે અમને ભારત સાથે અમારી ભાગીદારી પર ખૂબ ગર્વ છે. અમે ભારત સાથે મળીને જે કંઇ પણ કરી રહ્યા છીએ તેનાથી અમે ખુશ છીએ.

પીએમ મોદીએ ફર્સ્ટ સોલરના સીઇઓ માર્ક વિડમાર સાથે ભારતના રિન્યૂએબલ એનર્જીના મુદ્દે ચર્ચા કરી. આ દરમિયાન સીઇઓ માર્કએ સોલાર પાવરને લઇને કેટલાક પ્લાન પણ શેર કર્યા.
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે પીએમ મોદી અને અડોબીના સીઇઓ વચ્ચે ભારતમાં ચાલી રહેલી ગતિવિધિઓ અને ભવિષ્યના રોકાણની યોજના પર ચર્ચા કરી. સ્વાસ્થ્ય, શિક્ષણ અને રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ જેવા ક્ષેત્રોમાં ડિજિટલ ઇન્ડીયાના મુખ્ય કાર્યક્રમનો લાભ ઉઠાવવાના વિચારો પર પણ ચર્ચા કરવામાં આવી.

પીએમ મોદી સાથે વાતચીત બાદ ક્વાલકોમના સીઇઓએ જણાવ્યું કે ‘તેમણે (પીએમ મોદી) ભારતમાં અશ્વિનિય તકો વિશે વાત કરી. તેમણે કહ્યું કે ભારતમાં એક મોટું બજાર છે, પરંતુ અમે ભારતને મોટા નિર્યાત બજારમાં પણ જોઇએ છીએ. ભારત માટે ના ફક્ત ભારતીય બજાર માટે નિર્માણ કરવા પરંતુ અન્ય દેશોની જરૂરિયાતોને પુરી કરવાની યોજના બનાવવાનો યોગ્ય સમય છે. સીઇઓ અમોને સેમી-કંડક્ટરના ક્ષેત્રમાં કામ કરવા માટે ભારત સાથે ભાગીદારીમાં રસ પણ દાખવ્યો. આ સાથે જ પીએમ મોદીએ ક્વાલકોમને આશ્વાસન આપ્યું કે ભારત તેમના દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવો પર સક્રિય રૂપથી કામ કરશે.

અમેરિકાના ત્રિદિવસીય પ્રવાસ પર ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અડોબીના ચેરમેન શાંતનુ નારાયણ સાથે મુલાકાત કરી. પીએમ મોદીની કુલ પાંચ કંપનીઓના સીઇઓ સાથે મુલાકાત થવાની છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ક્વાલકોમના સીઇઓએ ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. પીએમ મોદીએ ભારત દ્વારા આપવામાં આવતી વિશાળ તકો વિશે માહિતગાર કર્યા. સીઇઓ અમોને ભારતની સાથે 5જી અને અન્ય ક્ષેત્રોમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી

અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસ પર ગયેલા પ્રધાનમંત્રી નરન્દ્ર મોદી પાંચ ગ્લોબલ સીઇઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. સૌથી પહેલાં મુલાકાત ક્વાલકોમના સીઇઓ ક્રિસ્ટિયાનો આર અમોન સાથે થઇ છે.

ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર અમેરિકામાં જ છે. તે વોશિંગટન પહોંચીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડેલિગેશનમાં સામેલ થયા. જયશંકર તે પહેલાં ન્યૂયોર્કમાં હતા, જ્યાં તેમણે ગત બે દિવસમાં ઘણી મહત્વપૂર્ણ બેઠકો કરી હતી.

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનના નિમંત્રણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 થી 25 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસ પર છે. આ દરમિયાન તેમની મુલાકાત જો બાઇડન સાથે પણ થશે. જોકે પહેલાં દિવસે પીએમ મોદી પાંચ કંપનીઓના ગ્લોબલ સીઇઓ સાથે મુલાકાત કરશે. અમેરિકી કંપની ક્વાલકોમના સીઇઓ ક્રિસ્ટાનિયો આર એમોન, એડોબના શાંતનુ નારાયણ, ફર્સ્ટ સોલરના માર્ક વિડમર, જનરલ એટોમિક્સના વિવેક લાલ, બ્લેકસ્ટોનના સ્ટીફન એ શ્વાર્જમૈન આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)