Home Politics ગુજરાત વિધાનસભા અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્ય અને ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડે ભર્યુ...

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્ય અને ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડે ભર્યુ ફોર્મ

Face Of Nation, 24-09-2021: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે નવા સીએમ અને મંત્રીમંડળે શપથ લીધા છે. ગુજરાત વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી યોજાનાર છે, ત્યારે નીમાબેન આચાર્ય આજે 10.30 કલાકે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આ પ્રસંગે દંડક પંકજ દેસાઈ અને સંસદીય બાબતોના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી હાજર રહ્યા હતા.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણીમાં આજે નીમાબેન આચાર્યએ ઉમેદવારી ફોર્મ ભર્યુ છે, જ્યારે ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડે ફોર્મ ભર્યુ છે. ઉપાધ્યક્ષના નામ પર વિપક્ષની સહમતિ નથી. જેથી સોમવારે નીમાબેનને વિજેતા જાહેર કરાશે. એટલું જ નહીં, જાણવા મળી રહ્યું છે કે કોંગ્રેસની સહમતી સાથે નિમાબેન આચાર્યએ વિધાનસભાના અધ્યક્ષ તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. પરંતુ કોંગ્રેસની ઉપાધ્યક્ષના નામ પર સહમત નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભામાં હાલ પ્રોટેમ સ્પીકર એટલે કે કાર્યકારી અધ્યક્ષ તરીકે કાર્યરત અને કચ્છ-ભૂજથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા નીમાબેન આચાર્યએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ હતું. જેના કારણે વિધાનસભા અધ્યક્ષનું પદ ખાલી પડ્યું હતું. ત્યારબાદ તેમના નામની ચર્ચા ચાલી હતી.

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)