Home Uncategorized વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવને ઘટાડવા નીતિન ગડકરી ફ્લેક્સ ફ્લ્યુઅલ એન્જીનનો લેશે...

વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવને ઘટાડવા નીતિન ગડકરી ફ્લેક્સ ફ્લ્યુઅલ એન્જીનનો લેશે નિર્ણય

Face Of Nation, 24-09-2021: કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી એ શુક્રવારે કહ્યું કે તે આગામી ત્રણ ચાર મહિનામાં એક આદેશ જાહેર કરશે. જેના હેઠળ કાર નિર્માતાઓ માટે વાહનોમાં ‘ફ્લેક્સ ફ્યૂલ એન્જીન’ લગાવવું ફરજિયાત કરી દેવામાં આવશે. નિતિન ગડકરીએ કહ્યું કે તે ઇચ્છે છે કે દેશ સ્થાનિક સ્તર ઉત્પાદિત એથેનોલ ને અપનાવવા તરફ વધે અને પેટ્રોલ અને ડીઝલની ખપતમાંથી છુટકારો મળે.

કેન્દ્રીય માર્ગ પરિવર્ગન તથા રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી પુણેમાં એક ફ્લાઇઓવરનો શિલાન્યાસ રાખવા માટે આયોજિત કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે ‘હું આગામી ત્રણથી ચાર મહિનામાં એક આદેશ જાહેર કરવા જઇ રહ્યો છું. જેમાં બીએમડબ્લ્યૂ, મર્સિડિઝથી માંડીને ટાટા અને મહિંદ્રા જેવી કાર નિર્માતા કંપનીઓને ફ્લેક્સ એન્જીન બનાવવા માટે કહેવામાં આવશે. નીતિન ગડકરીએ કહ્યું કે તેમણે બજાજ અને ટીવીએસ કંપનીઓને પોતાના વાહનોમાં ફ્લેક્સ એન્જીન લગાવવા માટે કહ્યું છે અને એ પણ નિર્દેશ આપવામાં આવ્યા છે કે કે જ્યાં સુધી આમ કરતા નથી, ત્યાં સુધી તેમને સંપર્ક ન કરે.

‘ફ્લેક્સ ફ્યૂલ’ અથવા લચીલું ઇંધણ, ગૈસોલીન અને મેથેનોલ અથવા ઇથેનોલ  ના કોમ્બિનેશનથી બનેલું એક વૈકલ્પિક ઇંધણ છે. નિતિન ગડકરીએ કહ્યું ‘મારી એક ઇચ્છા છે, હું મારા જીવનકાળમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગને અટકાવવા માંગુ છું અને આપણા ખેડૂત ઇથેનોલના રૂપમાં તેનો વિકલ્પ આપી શકીએ છીએ. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પુણેમાં ઇથેનોલ પંપનું ઉદઘાટન કર્યું હતું.

આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવાર પણ હાજર હતા. પવાર સાથે ગડકરીએ કહ્યું, ‘હું તમને પુણે સાથે-સાથે પશ્વિમી મહારાષ્ટ્રના જિલ્લામાં ઘણા ઇથેનોલ પંપ સ્થાપિત કરવા માટે કહેવા માંગુ છું કારણ કે તેનાથી ખેડૂતો અને ખાંડ ઉદ્યોગને મદદ મળશે. પૂણે ખૂબ ભીડભાડ વાળા શહેર થઇ ગયા છે અને તેના ડિસેંટ્રલાઇજેશનની જરૂર છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો) 

નવા CMનો માસ્ટર સ્ટ્રોક : પ્રજાકીય કામ માટે હાજર રહો અન્યથા કાર્યવાહી માટે તૈયાર રહો, અધિકારીઓને કર્યા કડક આદેશ