Home News UPSCનું પરિણામ જાહેર, સુરતના કાર્તિકે ઓલ ઇન્ડિયા 8મો રેન્ક મેળવ્યો

UPSCનું પરિણામ જાહેર, સુરતના કાર્તિકે ઓલ ઇન્ડિયા 8મો રેન્ક મેળવ્યો

Face Of Nation, 25-09-2021:યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવામાં આવતી સિવિલ સર્વિસ એક્ઝામનું વર્ષ 2020માં લેવાયેલી પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર થયું છે. આ પરીક્ષામાં ગુજરાતનો ડંકો વાગ્યો છે. સુરત શહેરના કાર્તિક જીવાણીએ ઓલ ઇન્ડિયા 8મો ક્રમ મેળવ્યો છે. કાર્તિકની આ સફળતાના કારણે ગુજરાતનું નામ રોશન થયું છે સાથે સાથે સુરતનો પણ ડંકો વાગ્યો છે. અહેવાલો મુજબ કાર્તિકને IAS બનવું છે અને જો તે પસંદગી થશે તો તે સુરત શહેર માટે નવો રેકોર્ડ બનશે. કાર્તિક ઉપરાંત ગુજરાતના અન્ય વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષામાં સફળ થયા છે.

યુપીએસસી દ્વારા ગત વર્ષે લેવાયેલી સિવિલ સર્સિસની પરીક્ષામાં સુરતના કાર્તિક નાગજી ભાઈ જીવાણીએ 761 વિદ્યાર્થીઓમાંથી 8મો ક્રમ મેળવ્યો છે. કાર્તિકની યશકલગીમાં એટલા માટે પણ વધારો થયો છે કે તેમણે અગાઉ પણ આ પરીક્ષા પાસ કરી હતી અને ઓલ ઇન્ડિયા 84મો ક્રમ મેળવ્યો હતો.

યુપીએસએસીમાં આ વખતે 216 મહિલાઓ સહિત 761 વિદ્યાર્થીઓમાં ગુજરાતનો ડંકો વાગ્યો છે. આ પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે શુભમ કુમાર, બીજા ક્રમે જાગૃતિ અવસ્થી, ત્રીજા ક્રમ અંકિતા જૈન, યોથા ક્રમે યશ જાલુકા, પાંચમા ક્રમે મમતા યાદવ, છઠ્ઠા ક્રે મીરા કે, સાતમાં ક્રમે પ્રવિણ કુમાર, આઠમાં ક્રમે કાર્તિક જીવાણી, નવા ક્રમે અપાલા મિશ્રા, 10માં ક્રમે સત્યમ ગાંધીનો સમાવેશ થાય છે.

યુપીએસસીના રિઝલ્ટની વાત કરવામાં આવે તો ટોપ 10 અને ટોપ5માં છોકરીઓએ બાજી મારી છે. ટોપ-5માં ત્રણ છોકરીઓએ સ્થાન મેળવ્યું છે જેમાં બીજા ક્રમે જાગૃતિ અવસ્થી, ત્રીજા ક્રમે અંકિતા જૈન, પાંચમાં ક્રમે મમતા યાદવનો સમાવેશ થાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)