Face Of Nation, 26-09-2021: ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં મોસમનો કુલ ૨૭ ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના મતે રાજસ્થાન પર સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. 27 અને 28 સપ્ટેમ્બરે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસશે.
ભાવનગર શહેરના વાતાવરણમાં સતત ત્રીજા દિવસે પલટો આવ્યો છે. આજે બપોરના સમયે શહેરના સરિતા સોસાયટી, ચિત્રા, ફુલાસર, નારી, અધેવાડા, સીદસર, સુભાષનગર, ક્રેસન્ટ સર્કલ, કાળાનાળા, વાઘાવાડી રોડ, મેઘાણી સર્કલ, કાળીયાબીડ સહીતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદના કારણે હવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હવે ખેડૂતોના કપાસ અને મગફળીના પાકને નુકસાન પહોંચી રહ્યુ છે.
ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
ગુજરાતના આ શહેરના આ વિસ્તારમાં કોરોનાના એક જ દિવસમાં જ આટલા કેસ આવતાં એપાર્ટમેન્ટને મારી દેવાયું સીલ
રૂંવાડા ઉભા થઇ જાય એવી તાલીબાની સજા, એક વ્યક્તિની જાહેરમાં હત્યા કરી લટકાવ્યો, VIDEO વાયરલ