Home Crime સગીરાને એકલા ઘરે બોલાવી એક પછી એક આચર્યું સામુહિક દુષ્કર્મ…

સગીરાને એકલા ઘરે બોલાવી એક પછી એક આચર્યું સામુહિક દુષ્કર્મ…

Face Of Nation, 27-09-2021:  શહેરમાંથી ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. દાહોદમાં 15 ઈસમો સામે એક સગીરા ઉપર  સામુહિક દુષ્કર્મ ગુજાર્યા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ સાથે બે મહિલાઓ વિરૂદ્ધ પણ ગુનો નોંધાયો છે. આશરે 1 મહિનો અને 22 દિવસ સુધી સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ દાહોદ શહેર પોલીસ મથકે નોંધવામાં આવી છે. આ ઘટનાના પડઘા આખા રાજ્યમાં પડ્યા છે.

એક મહિનાને 22 દિવસ સુધી સગીરા પર બળાત્કાર ગુજારવાના કેસમાં આરોપોઓના નામો નીચે મુજબ છે. દાહોદ શહેરના નુર મસ્જીદ પાસે પિંજારવાડ, મેમુનગર ખેરૂનીશા મસ્જીદ પાસે રહેતા

(1) મતિ નયમભાઇ કાજી
(2) નિજામ રાજુભાઇ કાજી
(3) જુનેદ ઉર્ફે લલ્લી બાબુભાઇ શેખ
(4) અબ્દુલ અજીજ ઉર્ફે અદુલ મોહમદ જાહીર કુરેશી
(5) સાહીદબેગ ઉર્ફે સાહીદબાબા સબ્બીરબેગ મિર્જા
(6)મોઇનુદ્દીન ખતરી
(7) અજરૂદ્દીન ખતરી
(8) હસનબાબા
(9) મઝહરકાજી
(10) હૈદર કુરેશી
(11) સહેબાજ શેખ
(12) જાબીર સૈયદ
(13) ઇશરાર ઉર્ફે ઇસ્સુ
(14) ગુજ્જુ ઘાંચી
(15) મુસ્કાન
(16) બીરજોશી નિજામ રાજુભાઇ કાજીની પત્ની
(17) નિજામ રાજુભાઇ કાજીની માતા

દુષ્કર્મ ગુજાર્યા બાદ 15 ઇસમો અને 2 મહિલા દ્વારા સગીરાને શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હતો. આરોપીઓએ દુષ્કર્મ ગુજારતા હોય તેવા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયાd પર વાયરલ કરવાની ધમકી આપી હતી. પોલીસમાં ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકીઓ ઉચ્ચારી હતી. જેના કારણે સગીરા માનસિક રીતે પરેશાન હતી. હાલ તો આ અંગે સગીરાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને તમામ આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)