Face Of Nation, 27-09-2021:શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા અંડરપાસમાં ભરાયેલા પાણીમાં ડૂબી જતાં એક યુવકનું મોત નીપજ્યું છે. અંડરપાસમાં પાણી ભરેલું હોવા છતાં બાઇક લઈને પસાર થવા જતાં યુવક પાણીમાં ડૂબી ગયો હતો. ફાયર વિભાગની ટીમ 15 મિનિટમાં પહોંચી અને યુવકનું રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યો હતો. યુવકનું રેસ્ક્યુ કર્યું ત્યારે યુવક બેભાન હતો. રેલવે ફાટક આગળ રહેતા દલિત યુવક કાંતિભાઈનું મોત થયું છે.
જોકે, યુવક હોસ્પિટલના દરવાજે પહોંચતા તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. અંદાજે 15 થી 17 મીનિટ જેટલ સમય અંડરપાસમાં રહ્યા બાદ તેનું રેસ્ક્યુ કરાયું હતું. નોકરી પર જઈ રહ્યા હતા રાહદારી ત્યારે ઘટના બની હતી. યુવકે અન્ડરપાસમાં પાણી હોવા છતાં વાહન લઈને પ્રવેશ કર્યો હતો. વાહનમાં પાણી ભરાતા વાહન બંધ થયું હતું. વાહન પાછળ લઈ જતા સંતુલન ગુમાવ્યું અને યુવક પાણીમાં પડ્યો હતો.
અમદાવાદમાં આજ સવારથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. માત્ર 10 મિનિટના વરસાદમાં શહેરના રામદેવ નગરમાં પાણી ભરાયા હતા. સ્થાનિકો પાણી ભરવવાના કારણે પરેશાન થઈ રહ્યા છે. AMCની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)