Home News ફરી એકવાર કોરોના હાર્યો! દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા અત્યાર સુધીના સૌથી...

ફરી એકવાર કોરોના હાર્યો! દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા અત્યાર સુધીના સૌથી ઓછા કેસ, જાણો આજનો આંકડો

Face Of Nation, 28-09-2021: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં 201 દિવસ બાદ 20 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 18,795 નવા કેસ અને 179  સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 26,030 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.   એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2,92,206 પર પહોંચી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં જ 11,699 નવા કેસ નોંધાયા હતા અને 58 લોકોના મોત થયા હતા. આમ કેરળની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે.
દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
કુલ કેસઃ 3 કરોડ 36 લાખ 97 હજાર 581
કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 29 લાખ 58 હજાર 002
કુલ એક્ટિવ કેસઃ 2 લાખ 92 હજાર 206
કુલ મોતઃ 4 લાખ 47 હજાર 373 (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)