Home News અમદાવાદ શહેરના આ વિસ્તારમાં ભૂવો પડતા આખી રીક્ષા ખાબકી..

અમદાવાદ શહેરના આ વિસ્તારમાં ભૂવો પડતા આખી રીક્ષા ખાબકી..

Face Of Nation, 28-09-2021:  ચોમાસામાં સિઝન દરમિયાન રોડ રસ્તાની હાલત ખરાબ થઈ જતી હોય છે, તંત્રની પ્રિમોન્સુન કામગીરને લઈને રોડ રસ્તા પર મસ્ત મોટા ભૂવા પડવાની ઘટના પણ સામે આવી છે ત્યારે અમદાવાદ હવે ખાડા નગરી બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, ગઈકાલે ધોધમાર વરસાદ પડતા શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. ત્યારે શહેમાં ભૂવા પડવાની સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.

શહેરના સરખેજ રોડ પર મસમોટો ભુવો પડતા એક રીક્ષા ચાલક ભૂવામાં ગરકાવ થયો હતો જો કે સદનસીબે રીક્ષા ચાલકે બચાવી લેવાયો છે પરતું આ ભૂવાએ તંત્રની કામગીરીની પોલ છતી કરી દીધી છે શહેરમાં અનેક જગ્યાએ રોડ રસ્તાની હાલ કફોડી બની છે તો ઠેરઠેર ભૂવાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે સરખેજમાં રોડ પર ચાલુ રીક્ષા ભૂવામાં ખાબકી હતો જો કે રીક્ષાચાલકને સ્થાનિકો દ્વારા બહાર કઢાયો હતો જ્યારે રીક્ષા ચાલકને સામાન્ય ઈજાત થતા તેને સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યો હતો.