Home Politics પંજાબના રાજકારણમાં વધુ એક ભૂકંપ,નવજોત સિંહ સિદ્ધુએ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી...

પંજાબના રાજકારણમાં વધુ એક ભૂકંપ,નવજોત સિંહ સિદ્ધુએ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ

Face Of Nation, 28-09-2021: પંજાબના રાજકારણમાં વધુ એક ભૂકંપ આવ્યો છે. હવે નવજોત સિંહ સિદ્ધુએ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ છે. મહત્વનું છે કે પંજાબના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસથી ઉથલપાથલ ચાલી રહી છે. પહેલા મુખ્યમંત્રી પદેથી કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામુ આપ્યું હતું. પરંતુ તેમણે કહ્યુ છે કે તે કોંગ્રેસ પાર્ટીમાં રહેશે. સિદ્ધુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં કહ્યુ કે, તે કોંગ્રેસના સભ્ય તરીકે યથાવત રહેશે.

નવજોત સિંહ સિદ્ધુએ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં કહ્યુ કે, કોઈ વ્યક્તિના વ્યક્તિત્વમાં ઘટાડો સમજુતિથી શરૂ થાય છે. હું પંજાબના ભવિષ્યને લઈને સમજુતિ નથી કરી શકતો. તેથી હું પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી તત્કાલ રાજીનામુ આપુ છું.

પંજાબમાં આજે નવા મંત્રીઓને વિભાગની ફાળવણી કરવામાં આવી છે અને તેની થોડી કલાકો બાદ જ સિદ્ધુએ સોનિયા ગાંધીને રાજીનામુ મોકલી આપ્યું છે. તેની પાછળ કોઈ મહત્વપૂર્ણ કારણ છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનાથી પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સાથે તેમનો વિવાદ ચાલી રહ્યો છે. બાદમાં કેપ્ટને મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસે ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. તેવું કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધુ મુખ્યમંત્રી બનવા ઈચ્છતા હતા, પરંતુ પાર્ટીએ અલગ નિર્ણય લીધો. ત્યારબાદ તેમણે અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)