Face Of Nation, 28-09-2021: હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર હવે ગુજરાત પર ‘તાઉ-તે’ બાદ વધુ એક વાવાઝોડાનું સંકટ મંડરાયું છે. હવામાનના જણાવ્યાં અનુસાર, ઓડિશા અને આંધ્રપ્રદેશના કાંઠે ટકરાયેલા ‘ગુલાબ’ વાવાઝોડાની પોસ્ટ ઈફેક્ટના કારણે અરબ સાગરમાં ડિપ્રેશન જોવા મળી રહ્યું છે. જેના લીધે હવે ગુજરાત પર વધુ એક ‘શાહીન’ નામનું વાવાઝોડું ત્રાટકવા જઇ રહ્યું છે. 30 સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન ઉદ્દભવશે અને જે ગુજરાતના કાંઠા વિસ્તારમાં ટકરાઈ શકે છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતિના જણાવ્યાં અનુસાર, ગુજરાત પર ‘શાહીન’ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. હાલમાં તો ડિપ ડિપ્રેશન છે કે જે 6 કલાકમાં વેલમાર્ક લો પ્રેશર બનશે. ‘શાહીન’ વાવાઝોડાના પગલે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદ યથાવત રહેશે. તમામ વિસ્તારમાં મધ્યમથી લઈને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે. કચ્છમાં પણ બે દિવસ ભારે વરસાદની આગાહી છે. હાલ સાયકલોન અંગે કોઈ ખતરો નથી. હાલમાં ફક્ત ડિપ્રેશન છે. 6 કલાકમાં વેલમાર્ક લો પ્રેશર બનશે. 30 સપ્ટેમ્બરે નોર્થ ઇસ્ટ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન ઉદ્દભવશે જે સાયકલોનમાં પરિવર્તિત થશે કે નહીં એ અંગે આગામી સમયમાં હવામાન વિભાગ દ્વારા જાણ કરવામાં આવશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)