Home Uncategorized પંજાબમાં કોંગ્રેસને વધુ એક ઝટકો, સિદ્ધુના સમર્થનમાં મંત્રી પરગટ સિંહ અને રઝિયા...

પંજાબમાં કોંગ્રેસને વધુ એક ઝટકો, સિદ્ધુના સમર્થનમાં મંત્રી પરગટ સિંહ અને રઝિયા સુલ્તાનાનું રાજીનામું

Face Of Nation, 29-09-2021: પંજાબમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. પહેલા નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ. હવે સમાચાર આવી રહ્યા છે કે પંજાબ કેબિનેટમાં બે દિવસ પહેલા સામેલ થયેલા રઝિયા સુલ્તાનાએ પણ મંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ છે. કોંગ્રેસ માટે પંજાબની દ્રષ્ટિએ આજનો દિવસ ખરાબ રહ્યો છે.

રઝિયા સુલ્તાનાએ બે દિવસ પહેલા પંજાબ કેબિનેટના મંત્રીના રૂપમાં પદભાર સંભાળ્યો હતો. તેમણે સિદ્ધુનો સાથ આપતા રાજીનામુ આપી દીધુ છે. તેમણે કહ્યું કે, સિદ્ધુ સાહેબ સિદ્ધાંતોના વ્યક્તિ છે. તે પંજાબ અને પંજાબિયત માટે લડી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે મંગળવારે પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી નવજોત સિંહ સિદ્ધુએ બધાને ચોંકાવી દીધા હતા. સિદ્ધુ આ પદ પર પાંચ સપ્તાહથી પણ ઓછો સમય રહ્યા છે. કેપ્ટન અમરિંદર સિંહના મુખ્યમંત્રી પદે રહેતા સિદ્ધુ અને તેમના વચ્ચે લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી હતી. ત્યારબાદ કેપ્ટને રાજીનામુ આપી દીધુ હતું. હવે સિદ્ધુએ પણ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)