Home News દેશમાં સતત બીજા દિવસે આટલા હજારથી ઓછા કોરોનાના કેસો નોંધાયા કેસ

દેશમાં સતત બીજા દિવસે આટલા હજારથી ઓછા કોરોનાના કેસો નોંધાયા કેસ

Face Of Nation, 29-09-2021:  ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સતત બીજા દિવસે 20 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 18,870 નવા કેસ અને 378 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 28,178 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2,82,520 પર પહોંચી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં જ 11,196 નવા કેસ નોંધાયા હતા અને 149 લોકોના મોત થયા હતા. આમ કેરળની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. દેશમાં કોરોનાની શું છે સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 37 લાખ 16 હજાર 451
કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 29 લાખ 86 હજાર 180
કુલ એક્ટિવ કેસઃ 2 લાખ 82 હજાર 520
કુલ મોતઃ 4 લાખ 47 હજાર 751

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)