Home Uncategorized 7 ઇંચ વરસાદે ભરૂચની દશા બગાડી, ઘરો-દુકાનો પાણીમાં ગરકાવ, જુઓ Video

7 ઇંચ વરસાદે ભરૂચની દશા બગાડી, ઘરો-દુકાનો પાણીમાં ગરકાવ, જુઓ Video

https://www.youtube.com/watch?v=9Y8Y9of4F5Y

Face Of Nation, 29-09-2021 : સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાડ પડ્યો છે. ભરૂચમાં 14 કલાકમાં જ મૌસમના 12% એટલે કે, 7 ઇંચ અને હાંસોટમાં 6.5 વરસાદ ખાબક્યો છે, તો અંકલેશ્વરમાં 5.5 ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે ભરૂચ શહેરના ફુરજા, ડભોઈયાવાડ, સેવાશ્રમ રોડ, કસક સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. સવારના નોકરિયાત વર્ગને ભારે હાલાકી પહોંચી હતી, તો અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓને રજા જાહેર કરી દેવામાં આવી હતી. ભારે વરસાદના પગલે ભરૂચ-અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક આવેલા સંજય નગરમાં સ્થાનિકોના ઘરમાં ઘૂંટણસમાં પાણી ભરાતાં લોકોની હાલત કકોડી બની હતી. દોઢ ફુટ જેટલા પાણી ઘરોમાં ભરાતાં ઘર સામાન પાણીમાં તરવા લાગ્યો હતો.
જિલ્લામાં મોડી રાતથી વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ નદીઓમાં ફેરવાયા છે, તો કેટલીક જગ્યાએ મસમોટા ખાડા અને ભુવાઓ પડતાં વાહન ચાલકોને હાંલાકી વેઠવાનો વારો આવ્યો છે. જિલ્લાના મકતમપુર રોડ પર વરસાદના લીધે પડેલા ખાડામાં ટ્રક ખાબકવાની ઘટના સામે આવી છે. જોકે, સદનસીબે કોઇ જાનહાનિ ન થયાના અહેવાલ છે.​​​​​​​
રાજ્યમાં 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લામાં આજે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે. ત્યારે ભરૂચ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. ‘ગુલાબ’ નામનું ચક્રવાતી વાવાઝોડું ઓડિશાના સાગરકાંઠે બે દિવસ પહેલાં ટકરાયા બાદ નબળું પડ્યું હતું. ચક્રવાતની અસર હેઠળ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

વિદેશ જનારાઓ માટે ખાસ સમાચાર, બદલાઇ ગયા પાસપોર્ટના નિયમ

ગુજરાત પર વધુ એક વાવાઝોડાનો ખતરો ,સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી