Home News આજે ગુજરાતમાં નવા 20 કેસ, રાજ્યનો રિકવરી રેટ 98.76%

આજે ગુજરાતમાં નવા 20 કેસ, રાજ્યનો રિકવરી રેટ 98.76%

Face Of Nation, 29-09-2021: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 20 કેસ નોંધાયા છે. રાહતની વાત છે કે આ દરમિયાન એકપણ દર્દીના મૃત્યુ થયા નથી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12 દર્દીઓ સાજા થયા છે. નવા કેસની ાથે રાજ્યમાં કુલ કેસની સંખ્યા 8 વાખ 25 હજાર 916 થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10 હજાર 82 લોકોના મૃત્યુ થયા છે. તો કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 8 લાખ 15 હજાર 678 લોકો સાજા થયા છે.

છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં સૌથી વધુ 5 કેસ સામે આવ્યા છે. તો વલસાડમાં પાંચ કેસ, અમદાવાદ શહેરમાં 4, ખેડામાં 2, સુરત ગ્રામ્યમાં 2 અને વડોદરામાં બે કેસ નોંધાયા છે.

ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 156 છે, જેમાં 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 153 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકાએ પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10 હજાર 82 લોકોના મૃત્યુ થયા છે. તો કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 8 લાખ 15 હજાર 678 લોકો સાજા થયા છે.

કોરોના સંક્રમણ સામે રક્ષણ મેળવવા માટે રાજ્યમાં રસીકરણ અભિયાન મોટા પાયે ચાલી રહ્યું છે. આજે સાંજે 4 કલાક સુધીમાં કુલ 2 લાખ 32 હજાર 476 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 6 કરોડ 3 લાખ 36 હજાર 757 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)