Home News ગુજરાતના આ શહેરમાં પેટ્રોલ પહોંચ્યું 100 રૂપિયાને પાર… જાણો તમારા શહેરનો ભાવ...

ગુજરાતના આ શહેરમાં પેટ્રોલ પહોંચ્યું 100 રૂપિયાને પાર… જાણો તમારા શહેરનો ભાવ અહીં ક્લિક કરી👇🏻

Face Of Nation, 01-10-2021: આજે પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટરે 23 પૈસા અને ડિઝલની કિંમતમાં પ્રતિ લિટરે 32 પૈસાનો ભાવ વધારો થયો છે. નવા ભાવ વધારા સાથે ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.42 રૂપિયા પર પહોંચી ગઈ છે. એક આંકડા મુજબ આ વર્ષે અત્યાર સુધીમાં પેટ્રોલમાં 17.67 રૂપિયા વધ્યા છે. જ્યારે ડીઝલમાં 15.75 રૂપિયા વધ્યા છે.

રાજ્યના આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.69 પર પહોંચી ગઈ છે. જ્યારે ડિઝલની કિંમત 97.13 રૂપિયા પર પહોંચી ગઈ છે. ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત 98.91 રૂપિયા પર પહોંચી છે. તો ડિઝલની કિંમત 97.35 રૂપિયા પર પહોંચી છે. રાજકોટમાં પેટ્રોલ પ્રતિ લિટરે 98.45 રૂપિયામાં વેંચાઈ રહ્યું છે. તો ડિઝલની કિંમત પણ પ્રતિ લિટરે 96.91 રૂપિયા પર પહોંચી ગઈ છે.

વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.35 રૂપિયા પર પહોંચી છે. તો ડિઝલની કિંમત 96.79 રૂપિયા પર પહોંચી છે. સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.57 રૂપિયા તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 97.03 રૂપિયા પર પહોંચી છે. સૌથી વધુ ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.42 રૂપિયા પર પહોંચી છે. તો ડિઝલની કિંમત 98.85 રૂપિયા પર પહોંચી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)