Home Uncategorized ગુજરાતમાં ડ્રગ્સ ઝડપાવવાનો સિલસિલો યથાવત, અ’વાદના કાલુપુર રેલ્વે સ્ટેશન ઉપરથી 3 કરોડનું...

ગુજરાતમાં ડ્રગ્સ ઝડપાવવાનો સિલસિલો યથાવત, અ’વાદના કાલુપુર રેલ્વે સ્ટેશન ઉપરથી 3 કરોડનું ડ્રગ્સ પકડાયું

Face Of Nation, 01-10-2021: કોલકાતાના હાવડાથી આવતી અને ગાંધીધામ જતી ગરભા એકસપ્રેસમાં પ્રતિબંધિત એમ.ડી ડ્રગ્સ સાથે મુસાફરી કરી રહેલા એક મુસાફરને રેલવે પોલીસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે ઝડપી લીધો હતો. આરોપી પાસેથી રૂ. ત્રણ કરોડની આંતરરાષ્ટ્રીય બજાર કિંમતના 974 ગ્રામ મેથામ્ફેટામાઈનનો જથ્થો કબજે કર્યો હતો. આ ઉપરાંત ડિલિવરી લેવા માટે આવેલા અન્ય બે રીસીવરોને પણ સંયુકત ટીમે ઝડપી લીધા હતા.

હાવડાથી ગાંધીધામ જતી ગરભા એક્સપ્રેસમાં એક વ્યક્તિ એમડી ડ્રગ્સ સાથે મુસાફરી કરી રહ્યો છે અને તે અમદાવાદ સ્ટેશને કોઈને આ ડ્રગ્સની ડિલિવરી આપવાનો છે તેવી બાતમી એનસીબીને મળી હતી. જેના પગલે એનસીબી અને આરપીએફ અમદાવાદની સંયુકત ટીમે અમદાવાદ સ્ટેશન પર વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન ગરભા એકસપ્રેસ આવતા ટ્રેન પ્લેટફોર્મ નંબર-3 પર ટ્રેન પહોંચી પોલીસટીમે અંદર પ્રવેશી બી-2 કોચમાં 8 નંબરની સીટ પરથી એક શંકાસ્પદ યુવક પ્રવીણકુમાર ભાટીને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ટીમને તપાસ દરમિયાન લગભગ 3 કરોડ રૂપિયાની કિમતનો પ્રતિબંધિત મેથામ્ફેટામાઈન ડ્રગ્સ મળી આવ્યું હતું.

એનસીબીના સૂત્રોના આધારે હાવરાથી અમદાવાદ સુધીમાં આરોપી પ્રીવણકુમારે અન્ય કેટલાક લોકોને એમડીનો જથ્થો સપ્લાય કર્યો છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. આ જથ્થો કોલકાતાથી ગુજરાતમાં લવાયો હતો કે વચ્ચે આવતા અન્ય રાજ્યોમાંથી લવાયો હતો તે બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રવીણ ભાટીની પૂછપરછ કરતા તેણે આ ડ્રગ્સની ડિલિવરી તે અમદાવાદ સ્ટેશનની નજીકના વિસ્તારમાં ઉભેલા સરોજ નામના યુવકને આપવાનો છે તેવી માહિતીના આધારે આરપીએફની ટીમે સરોજ ઉર્ફે સાગર ગોસ્વામીની પણ ધરપકડ કરી હતી. સરોજ ગોસ્વામીની પૂછપરછમાં તેની સાથે ડિલિવરી માટે અન્ય એક વ્યક્તિ આવી હોવાનું જાણવા મળતા પોલીસ ટીમે વધુ એક આરોપી અબ્દુલ ગનીની પણ ધરપકડ કરી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)