Home Uncategorized મહિનાની શરૂઆતે જનતાને મોંઘવારીની વધુ એક ભેટ : જાણો સરકારે ગેસ સિલિન્ડરના...

મહિનાની શરૂઆતે જનતાને મોંઘવારીની વધુ એક ભેટ : જાણો સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં કર્યો કેટલો તોતિંગ વધારો

Face Of Nation, 01-10-2021: ભાજપ સરકારે મહિનાની શરૂઆતે પ્રજાને મોંઘવારીની વધુ એક ભેટ આપી છે. મોદી વિકાસ યાત્રાની સાક્ષી ભારતની પ્રજાને કોરોનાકાળમાંથી બહાર નીકળ્યા પછી સતત મોંઘવારી સહન કરવી પડી રહી છે. ઓક્ટોબરના પહેલા દિવસે પેટ્રોલિયમ કંપનીઓએ મોંઘવારીનો આંચકો આપ્યો છે. કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 43.5 રૂપિયાનો વધારો કર્યો છે. તેના કારણે રેસ્ટોરંટ, ઢાબા વગેરેમાં ભોજન મોંઘુ થઈ શકે છે.

ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, હવે દિલ્હીમાં 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર 1736.5 રૂપિયાનો થઈ ગયો છે. પહેલા તે 1693 રૂપિયા હતો. જોકે, ઘરેલુ ઉપયોગ માટે 14.2 કિલોના સિલિન્ડરની કિંમતમાં ફેરફાર ન કરીને થોડી રાહત આપવામાં આવી છે.

કોલકાતામાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1805.5 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ તે 1770.5 રૂપિયા હતું. નોંધનીય છે કે પેટ્રોલિયમ કંપનીઓ દર 15 દિવસે LPG સિલિન્ડરની કિંમતની સમીક્ષા કરે છે.

અગાઉ 1 સપ્ટેમ્બરના રોજ એલપીજી સિલિન્ડર એટલે કે ઘરેલુ એલપીજીની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારા બાદ દિલ્હીમાં 14.2 કિલો એલપીજી સિલિન્ડરની કિંમત વધારીને 884.50 રૂપિયા કરવામાં આવી હતી. આ મહિને આ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સામાન્ય લોકો માટે આ થોડી રાહતની વાત છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)