Home News દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં આટલો વઘારો નોંધાયો

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં આટલો વઘારો નોંધાયો

Face Of Nation, 01-10-2021: છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 23,529 કેસો સામે આવ્યા હતા. જ્યારે વધુ 311 લોકોના મોત નિપજ્યા હતા. બીજી તરફ એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 2,77,020એ પહોંચી ગઇ હતી જે છેલ્લા 195 દિવસમાં સૌથી નીચી છે.

દરમિયાન કુલ મૃત્યુઆંક વધીને 4,48,062એ પહોંચ્યો હતો. રીકવરી રેટ પણ 97.85 ટકાએ પહોંચ્યો હતો. બીજી બાજુ મુંબઇની એક મેડિકલ કોલેજના 30 વિદ્યાર્થીઓને કોરોના થયો છે. જેમાંથી 28 વિદ્યાર્થીઓએ કોરોનાની બંને વેક્સિન લઇ લીધી હતી. કેન્દ્ર સરકાર દ્વારા જારી આંકડા અનુસાર ભારતમાં જેટલા પણ પુખ્ત વયના છે તેમાંથી 69 ટકા વસતીએ કોવિડ રસીનો એક ડોઝ લઇ લીધો છે. જ્યારે 25 ટકા પુખ્ત વયનાએ રસીના બન્ને ડોઝ લઇ લીધા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)