Home News આઇસરની અડફેટે કારના ફુરચેફુરચા ઉડી ગયા, ઘટનાસ્થળે આટલાનાં કમકમાટીભર્યા મોત થયાં

આઇસરની અડફેટે કારના ફુરચેફુરચા ઉડી ગયા, ઘટનાસ્થળે આટલાનાં કમકમાટીભર્યા મોત થયાં

Face Of Nation, 01-10-2021: ગુજરાતના ખેડાના કપડવંજથી મોડાસા રોડ પર વહેલી પરોઢે ગંભીર અકસ્માત સર્જાયો છે. કાવઠ પાટીયા નજીક કાર અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ 4 લોકોના મોત નિપજ્યાં છે અને એક ઇજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, બંને ગાડી ઓવરટેક કરવા જતા આ ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 4નાં ઘટનાસ્થળે મોત થયાં તો 1 ઇજાગ્રસ્ત થયો છે. આ દુર્ઘટના બનતાની સાથે જ રસ્તા પર લોકોના ટોળેટોળાં એકત્ર થઇ ગયા. પોલીસને પણ જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે. કપડવંજ રૂરલ પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર દુર્ઘટનાને લઇને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ વ્યક્તિને સારવાર અર્થે વાત્રક ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ચારેય મૃતકોને પોસ્ટમોટમ અર્થે કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યાં છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)