Home Uncategorized રંગીલા રાજકોટની હોટલમાં યુવતીનો નગ્ન ડાન્સ, ન્યૂડ પાર્ટીનો વીડિયો થયો વાયરલ

રંગીલા રાજકોટની હોટલમાં યુવતીનો નગ્ન ડાન્સ, ન્યૂડ પાર્ટીનો વીડિયો થયો વાયરલ

Face Of Nation, 01-10-2021: રાજકોટ માં આવુ પણ બનશે કોણે વિચાર્યુ હતુ. હાલ રાજકોટમાં ચારેકોર એક જ ચર્ચા છે. યુવતીનો નગ્ન વીડિયો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. રાજકોટની ખ્યાતનામ ઈમ્પીરિયલ પેલેસ હોટલના રૂમમાં એક યુવતીના નગ્ન ડાન્સનો વીડિયો  વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થયા બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સમગ્ર ઘટનામાં ઈમ્પીરિયલ હોટલના મેનેજરનું નિવેદન સામે આવ્યુ છે. હોટલના રૂમના વાયરલ વીડિયો અંગે મેનેજર રાહુલ રાવે જણાવ્યુ કે, ‘હોટલમાં પોલીસે તપાસ શરૂ કરી છે. વીડિયો એડિટિંગ કરી કોઈએ સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. હોટલમાં આવતા ગ્રાહક રૂમની અંદર શું કરે છે એ અમે થોડું જોવા જઇએ છીએ. આ કાંઈ થોડું મંદિર છે કે અહીં લોકો પૂજા કરે.’ જોકે, હોટલના મેનેજરે એમ પણ કહ્યું કે, પોલીસ-તપાસમાં જે આવશે એમાં અમે સહયોગ આપીશું

રાજકોટની હોટલનો જે વીડિયો વાયરલ થયો છે તે શોકિંગ છે. આ વીડિયોમા એક યુવતી હોટલના રૂમમાં નગ્ન ડાન્સ કરી રહી છે. હોટલના રૂમમાં ચાલેલી પાર્ટી દરમિયાન આ વીડિયો લેવાયો હતો. સવાલ એ છે કે, આખરે આ યુવતી કોણ છે, અને રૂમમાં તેની સાથે કોણ કોણ હતું. આ વીડિયો ક્યારે લેવાયો હતો. આ યુવતી કોઈ મોડલ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. સવાલ એ પણ છે કે, આખરે શુ વૈભવી હોટલોના રૂમમાં આ પ્રકારના જ તમાશા ચાલતા હોય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)