Face Of Nation, 01-10-2021: વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આજે સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0ની શરૂઆત કરી. આ યોજના હેઠળ દેશના પાંચસો શહેરોમાં વેસ્ટ મેનેજમેન્ટ મજબૂત કરવાનું, પીવાના પાણીની સુવિધાને વધુ સારી બનાવવાનું કામ કરવામાં આવશે. આ યોજનાને લોન્ચ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશભરમાં શૌચાલયોનું નિર્માણ કરીને સફાઈ અભિયાન ચલાવી દેશે સ્વચ્છ ભારત મિશનનો પહેલો તબક્કો પૂરો કર્યો. હવે અમારું લક્ષ્ય શહેરોને કચરામુક્ત કરવાનું છે. અમૃત મિશન પણ આ સાથે કામ કરશે.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશે સ્વચ્છ ભારત મિશનના માધ્યમથી જે મેળવ્યું તે એ ભરોસો અપાવે છે કે દરેક ભારતવાસી પોતાના કર્તવ્ય પ્રત્યે સંવેદનશીલ છે. આપણા સફાઈકર્મીઓ જ સાચા અર્થમાં આ અભિયાનના મહાનાયક છે. કોરોનાકાળમાં પણ તેમણે પોતાનું કામ પૂરું કર્યું. તેમણે કહ્યું કે તમામ શહેરોના મેયર, કમિશનર અને અન્ય ઓફિસર આ કામને મિશન તરીકે લે કારણ કે તેનાથી સીધો ફાયદો જમીન સ્તરે થશે.
પીએમ મોદીએ કહ્યું કે હવે લોકો ઘરમાં ભીનો અને સૂકો કચરો અલગ રાખી રહ્યા છે. બીજા લોકોને પણ જાગૃત કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે કોરોનાકાળમાં ભલે થોડી સુસ્તી આવી ગઈ હોય પરંતુ દરેક રાજ્ય, જિલ્લા, શહેર, ગામના પ્રશાસને ફરીથી જાગી જવું જોઈએ.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આ તેમના પર એક પ્રકારે બેવડા માર જેવું હોય છે. એક તો ઘરથી દૂર રહેવું અને બીજું એવી સ્થિતિમાં રહેવાનું. આ હાલાતને બદલવા, આ અસમાનતાને દૂર કરવા પર બાબા સાહેબનો ખુબ ભાર હતો. સ્વચ્છ ભારત મિશન અને મિશન અમૃતનો આગામી તબક્કો બાબા સાહેબના સપનાને પૂરા કરવાની દિશામાં પણ એક મોટું ડગલું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)