Home News પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત ત્રીજા દિવસે વધારો, જાણો અમદાવાદમાં આજનો ભાવ

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત ત્રીજા દિવસે વધારો, જાણો અમદાવાદમાં આજનો ભાવ

Face Of Nation, 02-10-2021: પેટ્રોલ ડિઝલમાં સતત ત્રીજા દિવસે ભાવ વધારો થયાવત રહ્યો છે. પેટ્રોલમાં આજે પણ પ્રતિ લિટરે 24 પૈસાનો વધારો થયો છે. તો ડીઝલમાં પણ આજે પ્રતિ લિટરે 33 પૈસાનો વધારો થયો છે. નવા ભાવ વધારા સાથે રાજ્યના આઠ મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના પ્રતિ લિટરે ભાવ 100 રૂપિયા નજીક પહોંચી ગયા છે. તો દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત હવે ઓલટાઈમ હાઈ સપાટી પર પહોંચી ગઈ છે.
રાજ્યના આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.93 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 97.46 રૂપિયા પર પહોંચી છે.

તો ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત 99.15 રૂપિયા પર પહોંચી છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 97.67 રૂપિયા પર પહોંચી છે.

રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.69 પર પહોંચી ગઈ છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 97.24 રૂપિયા પર પહોંચી ગઈ છે.

વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.59 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો ડિઝલની કિંમત 97.11 રૂપિયા પર પહોંચી ગઈ છે.

જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.87 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 97.39 રૂપિયા પર પહોંચી છે.

જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 99.60 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો ડિઝલની કિમત પ્રતિ લિટરે 98.14 રૂપિયા પર પહોંચી ગઈ છે.
સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.81 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 97.35 રૂપિયા પર પહોંચી ગઈ છે.

ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.66 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 99.17 રૂપિયા પર પહોંચી છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)