Home Uncategorized મહિલાઓને પૂજા માટે મંદિરમાં પ્રવેશ : મુદ્દો હવે ડાકોરના ઠાકોરના શરણે :...

મહિલાઓને પૂજા માટે મંદિરમાં પ્રવેશ : મુદ્દો હવે ડાકોરના ઠાકોરના શરણે : પૂજા કરવા મહિલાઓ પહોંચી, પ્રસાશને મંદિરને તાળા મારી દીધા

Face Of Nation, 02-10-2021 : ડાકોરમાં રણછોડરાયની સેવાને લઈને વારસદારી બહેનો દ્વારા માંગ કરાઈ છે. મંદિરના 1200 વર્ષના ઈતિહાસમાં કોઈ મહિલાએ ભગવાનની પૂજા નથી કરી. આ વચ્ચે ઇન્દિરાબેન અને ભગવતીબેન નામની ડાકોરની બંન્ને મહિલાઓએ કોઈપણ સંજોગોમાં રણછોડરાયની સેવા પૂજા કરશે તેવી જાહેરાત કરતાં મામલો ગરમાયો છે. આ મામલો હાલ ચરમસીમાએ પહોંચ્યો છે. ડાકોરમાં રણછોડરાયની પૂજા કરવા દેવા માટે વંશ પરંપરાગત વારાદારી મહિલા બહેનો દ્વારા માંગ કરાઈ છે.
યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયની સેવાનો બે બહેનોએ મંદિરમાં પૂજાનો અધિકાર માંગ્યો છે. સ્વર્ગસ્થ મંદિરના પૂજારી કૃષ્ણલાલા સેવકની દીકરીઓ સીધા વારસદાર હોવાથી બંને બહેનોને મંદિરમાં સેવા પૂજા કરવાનો અધિકાર છે તેવું જણાવ્યું છે. બંને બહેનોએ મંદિરમાં પૂજા માટે સુરક્ષાની પણ માંગ કરી છે. ત્યારે પોલીસે પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નિર્દેશન કર્યો છે.
સેવા કરવા આવેલી બંને મહિલાઓએ જણાવ્યું છે કે તેમના પિતા કુષ્ણલાલા સેવક વંશ અનુસાર પૂજા કરતા હતા. તેમનું નિધન થતા વંશ પરંપરા મુજબ તેમને પૂજા કરવાનો અધિકાર મળવો જોઈએ. વધુમાં ઈન્દિરાબેને કહ્યું કે, અમારા પરિવારના સભ્યો જયંતીલાલ સેવક અને ગદાધરા સેવકે કોર્ટ કેસ કર્યો હતો. જેમાં વર્ષ 2018માં ચુકાદો અમારી તરફેણમાં આવ્યો હતો. આ ચુકાદા અનુસાર બીજી અને ત્રીજી ઓક્ટોબરે મંદિરમાં સેવાપૂજાનો અધિકાર છે. તો મંદિરે પણ અમને પત્ર મોકલીને પરિવારના પ્રતિનિધિને મળવા બોલાવ્યાં છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

ગુજરાતમાં ડ્રગ્સ ઝડપાવવાનો સિલસિલો યથાવત, અ’વાદના કાલુપુર રેલ્વે સ્ટેશન ઉપરથી 3 કરોડનું ડ્રગ્સ પકડાયું

આ 7 રાજ્યોમાં શાહીન વાવાઝોડું મચાવશે ભારે તબાહી, 3 દિવસનું એલર્ટ..