Home News 3 શખ્સોએ છરીના ઘા મારીને યુવકની કરી ક્રુર હત્યા,ઘટના CCTV માં કેદ

3 શખ્સોએ છરીના ઘા મારીને યુવકની કરી ક્રુર હત્યા,ઘટના CCTV માં કેદ

Face Of Nation, 02-10-2021: શહેરના લીંબાયતમાં 3 શખ્સોએ યુવાનની છરીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. આ હત્યા કેસમાં પ્રેમપ્રકરણ હોવાની પોલીસને આશંકા છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી એકની અટકાયત કરી લીધી છે. વિધવા માતા સાથે રહેતા મૂળ નવસારીના યુવાનની હત્યા કરવામાં આવી છે.

લિંબાયતના મારુતિનગરમાં ધર્મેશ (ઉં.વ.24)ની હત્યા થઈ જતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ગુરુવારે રાત્રે બનેલી હત્યાની ઘટના CCTV માં કેદ થઈ જતા પોલીસે આરોપીઓની ઓળખ અને હત્યા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. ધર્મેશ ત્રણ મહિના પહેલા જ મહારાષ્ટ્રથી સુરત આવ્યો હતો. માતાના કલ્પાંતથી પોસ્ટ મોર્ટમ રૂમ બહાર કરૂણ દ્રશ્યો સર્જાયાં હતાં.

મૃતકની માતા સંગીતાબેન ઈશ્વરભાઈ બોરડે વિધવા છે, જ્યારે તેમનો દીકરો કાપડ માર્કેટમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પિતાના અવસાન બાદ તમામ જવાબદારી ધર્મેશે ઉપાડી લીધી હતી. ત્રણ મહિના પહેલા જ મહારાષ્ટ્રથી સુરત આવ્યો હતો. ગુરુવારે રાત્રે પરિવાર સાથે ભોજન કર્યા બાદ ઘર બહાર નીકળ્યો હતો.

તેમણે રાતે દીકરાને ફોન કરીને બોલાવ્યો હતો. આ સમયે તેણે આવું જ છું, તેમ કહ્યું હતું. જોકે, રાતે 10.30 વાગ્યે દીકરા પર હુમલો થયો હોવાના સમાચાર મળતા તેમના હોશ ઉડી ગયા હતા. એટલું જ નહીં, દીકરાની હત્યા થયાનું જણાતા જ તેઓ ભાંગી પડ્યા હતા અને કલ્પાંત કરી મૂક્યો હતો. જેને કારણે પોસ્ટ રૂમ બહાર કરુણ દ્રશ્યો સર્જાયા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)