Face Of Nation, 02-10-2021: ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ ડાકોરમા ફરી એકવાર વિવાદનો મધપૂડો છંછેડાયો છે. રણછોડરાયની સેવાને લઈને વારાદારી બહેનો દ્વારા માંગ કરાઈ છે. મંદિરના 1200 વર્ષના ઈતિહાસમાં કોઈ મહિલાએ ભગવાનની પૂજા નથી કરી, ત્યારે ઇન્દિરાબેન અને ભગવતીબેન નામની બંન્ને બહેનોએ કોઈપણ સંજોગોમાં રણછોડરાયની સેવા પૂજા કરશે તેવી જાહેરાત કરી છે.
ડાકોરના મંદિરના ઈતિહાસમાં આજદિન સુધી કોઈ મહિલાએ પૂજા નથી કરી. ડાકોરમાં રણછોડરાયની પૂજા કરવા દેવા માટે વંશ પરંપરાગત વારાદારી મહિલા બહેનો દ્વારા માંગ કરાઈ છે. આ બંને મહિલાઓએ કહ્યું કે, તા.2 અને 3 ઓક્ટોબર ના રોજ તેમના પરિવારનો સેવા પૂજાનો વારો આવતો હોઈ મંદિર દ્વારા તેમના પ્રતિનિધિ ને પૂજા કરવા મોકલે તેવો પત્ર પાઠવાયો હતો. જેથી આ બંને બહેનો દ્વારા જાતે જ સેવા પૂજા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સાથે જ બંને બહેનોએ પૂજા કરવા માટે સુરક્ષાની પણ માંગ કરી છે. તેમના પર આ સમયે કોઈ હુમલો થઈ શકે છે, તેથી સુરક્ષાના ભાગરૂપે તેમણે આ માંગણી કરી છે.
ડાકોર મંદિરમાં 1978 પહેલા કૃષ્ણલાલ સેવકનો પરિવાર વારાદારી તરીકે પૂજા કરતો આવ્યો છે. પરંતુ તેમને સંતાનમાં બે દીકરીઓ હોવાથી મંદિરમા પૂજા કરવા વિશે વિવાદ ઉઠ્યો હતો. ત્યારે કૃષ્ણલાલ સેવકના ભાઈ જયંતિલાલ સેવક અને ગરાધર સેવકે પોતે પૂજા કરશે તેવો કોર્ટ કેસ કર્યો હતો. જોકે, આ 2018 ના વર્ષમાં કેસનો ચુકાદો પોતાની તરફેણમાં આવ્યો હોવાનો ઇન્દિરાબેન અને ભગવતીબેનનો દાવો છે.
મંદિરના 1200 વર્ષના ઈતિહાસમાં મહિલાઓએ પૂજા કર્યાનુ ક્યાંય ઉલ્લેખાયેલુ નથી. આવામાં બંને બહેનો આજે 2 ઓક્ટોબર અને આવતીકાલે 3 ઓક્ટોબરે પોતાની પૂજાનો વારો હોવાનુ કહ્યુ છે. ત્યારે આ કારણે હાલ મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)