Home Crime અમદાવાદ : લતીફ ગેંગના સભ્ય અને તેના સાગરીતની ધરપકડ, ઝડપી પડ્યા હથિયારો…

અમદાવાદ : લતીફ ગેંગના સભ્ય અને તેના સાગરીતની ધરપકડ, ઝડપી પડ્યા હથિયારો…

Face Of Nation, 02-10-2021:  શહેર ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે લતીફ ગેંગના સભ્ય અને તેના સાગરીતની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ પાસેથી પોલીસને અધધધ હથિયારો મળી આવતા પોલીસની આંખ પહોળી થઇ ગઇ હતી. આરોપીઓની પૂછપરછ અને તપાસમાં સામે આવ્યું કે આરોપી મહંમદ હુસેન ઉર્ફે ટેમ્પો લતીફ ગેંગમાં હતો અને તેની સામે 20થી વધુ ગુના અગાઉ નોંધાયા છે. જેથી અનેક લોકો સાથે દુશ્મનાવટ રાખવાથી ડરી ગયો હતો અને બાદમાં તે હથિયાર રાખવા લાગ્યો હતો. જ્યાં જ્યાં દરગાહમાં તે તેના સાગરીત સાથે રોકાય ત્યાં ત્યાં જમીનમાં હથિયાર દાટીને સંતાડી દેતો હોવાની હકીકત કબૂલતા પોલીસે ત્યાંથી પણ હથિયારો કબ્જે કર્યા છે.

ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ પી બી દેસાઈની સ્કવોડને બાતમી મળી હતી કે ખૂન, ખૂનની કોશિશ, લૂંટ જેવા અનેક ગંભીર પ્રકારના ગુનામાં પકડાયેલા મહંમદ હુસેન ઉર્ફે ટેમ્પો શેખ તથા તેનો ડ્રાઈવર શફી ગેરકાયદેસર હથિયારો રાખી એક કારમાં હાથીજણ સર્કલથી આવી જશોદાનગર થઈને નારોલ તરફ જવાના છે. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે જશોદા નગર ચાર રસ્તા પાસેથી આરોપી મહંમદ હુસેન ઉર્ફે ટેમ્પો અને સરફરાજ ઉર્ફે શફી અમદાવાદીને રોક્યા હતા. આરોપીઓની ગાડીમાં પોલીસે તપાસ કરતા 3 પિસ્ટલ, 22 કાર્ટીઝ તથા એક મેગેઝિન મળી ચાર લાખથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

આરોપી મહંમદ ટેમ્પો કે જે લતીફ ગેંગ સાથે સંકળાયેલો છે તેની વધુ પુછપરછ કરતા તેણે જણાવ્યું કે તેણે વધુ હથિયાર ધોળકા ગંજ સોહદાપીર બાબાની દરગાહ ખાતે રાખ્યા છે. ત્યાં જઈને ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા વધુ 2 પિસ્ટલ, 20 કાર્ટીસ તથા બે મેગઝીન મળી આવ્યા હતા. જ્યારે આરોપી સરફરાજ શકીએ સુરત માં આવેલી અસરફ પીર ની દરગાહ ખાતે ત્રણ પીસ્ટલ, 20 કાર્ટિઝ તથા એક મેગેઝિન છુપાવ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે આ તમામ જગ્યાઓ પર તપાસ કરી કુલ 8 પિસ્ટલ, 62 કાર્ટીઝ અને ચાર મેગેઝીન મળી કુલ 5.82 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી મહંમદ હુસેન ઉર્ફે ટેમ્પો લતીફ ગેંગ સાથે સંકળાયેલો હતો અને વર્ષ 1986થી અત્યાર સુધીમાં ખૂન, ખુનની કોશિષ, લૂંટ, ચોરી, અપહરણ, ખંડણી અને મારામારીના ગુનામાં પકડાયો છે. જેથી પોતાને અસંખ્ય લોકો સાથે દુશ્મનાવટ થઇ હોવાથી તે હથિયાર સાથે રાખતો હતો. આરોપી ટેમ્પોએ સુરત જે દરગાહમાં હથિયાર છુપાવ્યા હતા ત્યાં તેના ધર્મગુરુ રહેતા હતા અને તેઓનું એક વર્ષ પહેલા અવસાન થયા બાદ દરગાહના ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે વિવાદ થયો હતો. જે બાબતે ટ્રસ્ટીઓએ હાઈકોર્ટમાં કેસ મૂક્યો હતો અને જીતી ગયા હતા. જેથી દરગાહની જગ્યા કોઈ બિલ્ડરને આપે અથવા કોઈ વાત કરે ત્યારે તે બિલ્ડરને ડરાવવા માટે પોતે હથિયાર લાવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ હથિયાર એક દોઢ વર્ષ પહેલા રાજસ્થાન ખાતે રહેતા વસીમ ઉર્ફે કાલુ નામના માણસ પાસેથી લીધા હોવાનું સામે આવ્યું છે.

જ્યારે આરોપી સરફરાજ ઉર્ફે શફી સુરત એમડી ડ્રગ્સ કેસમાં પકડાયો હતો. ત્રણેક મહિના પહેલા ઈન્દોર શહેર ક્રાઇમબ્રાન્ચ દ્વારા 70 કિલો એમડી ડ્રગ્સમાં 33 જેટલા આરોપીઓ પકડાયા હતા. તે આરોપીઓ દ્વારા મોહમ્મદ હુસેન ઉર્ફે ટેમ્પોને ડ્રગ્સ વેચેલ હોવાનું જણાઇ આવતાં તેનું નામ ખૂલ્યું હતું. આમ આરોપી ટેમ્પોને અસંખ્ય દુશ્મનાવટ હોવાથી તથા સરફરાજ ઉર્ફે શફી પણ તેની સાથે રહેતો હોવાથી બંને જણા હથિયારો પોતાની સાથે રાખતા અને તેઓ જે દરગાહ ઉપર રોકાઈ ત્યાં આજુબાજુમાં હથિયારો છૂપાવી રાખતા હોવાનું સામે આવ્યું છે. આરોપી મોહમ્મદ હુસેન ઉર્ફે ટેમ્પો સામે અગાઉ 29 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે અને તેની સામે ચાર વખત પાસા તથા ત્રણ વખત અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે આરોપી સરફરાજ ઉર્ફે સફી સામે નાર્કોટિક્સ સહિતના કુલ ત્રણ ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)