Home News રાજ્યમાં કોરોનાના આજે નવા 27 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 14...

રાજ્યમાં કોરોનાના આજે નવા 27 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 14 દર્દીઓ સાજા પણ થયા..

Face Of Nation, 02-10-2021:  રાજ્યમાં કોરોનાના આજે નવા 27 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 14 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,726 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના કારણે કોરોનાનો રિકવરી રેટ પણ સુધર્યો છે. કોરોનાનો રિકવરી રેટ 98.76 ટકાએ પહોંચ્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે ગાંધી જયંતી પ્રસંગે 1,64,596 રસીના ડોઝ અપાયા છે.

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 171 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટીલેટર પર છે. 167 નાગરિકો સ્ટેબલ છે. 8,15,726 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યા છે. તો બીજી તરફ 10082 નાગરિકો અત્યાર સુધીમાં કોરોના સામે હારી ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત નથી થયું જે સકારાત્મક સમાચાર કહી શકાય. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 10, સુરત કોર્પોરેશન 8, વલસાડ 3, વડોદરા કોર્પોરેશન 2, ભામનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર, સુરત માં 1-1 કેસ આવ્યા છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 27 કેસ નોંધાયા છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 2 ને રસીનો પ્રથમ અને 1254 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 18645 નાગરિકોને રસીનો પ્રથમ અને 26036 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 51969 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 66690 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે કુલ 1,64,596 કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં કુલ 6,13,81,512 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)