Face Of Nation, 03-10-2021: ગાંધીનગર મનપાના 11 વોર્ડની 44 બેઠકો પર મતદાન પ્રક્રિયામાં નાગરીકોને મતદાન મથક સુધી પહોંચાડવા ત્રણેય પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે સેક્ટર 19નો વિવાદ માંડ શાંત પડ્યો ત્યાં પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલ સામે મોટી બબાલ થઈ છે. AAP-ભાજપ કાર્યકતા સામ સામે આવી જતાં ખુરશીઓ ઉડી હતી.
ગાંધીનગર મનપ માં મતદાન સમયે હોબાળો જોવા મળ્યો છે. પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલ સામે આમ આદમી પાર્ટીના ટેબલ પર મારામારી થઈ હોવાનું દેખાઈ આવે છે.મતદાન સમયે પોલીસની હાજરીમાં ખુરશીઓ તોડી પેપર સામગ્રી ફેંકી દેવાઈ હોવાનો આરોપ આમ આદમી પાર્ટી લગાવી રહી છે. AAP-ભાજપ સામ-સામે આવતા કાર્યકરો ઉગ્ર બન્યા હતા અને આપના કેન્દ્ર પર મારામારી થઈ હોવાના આરોપ લાગી રહ્યા છે. બંને પક્ષના કાર્યકર્તાઑએ પોલીસની હાજરીમાં મોટી બબાલ કરી હતી છતાંય પોલીસ મૂક પ્રેક્ષક બની તમાશો જોતી હતી.
ગાંધીનગરના સેકટર-22ની સરકારી શાળામાં પણ હોબાળો જોવા મળ્યો છે. ચૂંટણી સમયે આચારસંહિતા લાગુ હોવા છતાં પણ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો પ્રચાર કરી રહયા છે. જે દરમિયાન ભાજપ-કોંગ્રેસના કાર્યકરો આમને-સામને આવી ગયા હતા. બંન્ને પક્ષના કાર્યકરોના એકબીજા સામે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. અને એકબીજા પર પ્રચાર કરતા હોવાનો દાવો કરી રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)