Face Of Nation, 03-10-2021: મોરબીના ખોખરા હનુમાન ધામના પવિત્ર આંગણે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે વેદ વિધાલયનું ઉદ્ધતાન કરાયું હતું જેમાં સંતો, મહંતો અને રાજકીય, સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં મોરબીના બેલા ગામને આંગણે અને ખોખરા હનુમાન ધામને પ્રાંગણે કેશવાનંદ બાપૂના આશિર્વાદથી વેદ વિદ્યાલયની શરૂઆત કરવામાં આવી હતી. જેનું ઉદ્ઘાટનપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું.સંત કનકેશ્વરી દેવીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ અવસરે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ ઈંદોરના નેતા કૈલાશ વિજયવર્ગીય, સંત કનકેશ્વરી દેવી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સ્વાગત પ્રવચન, સન્માન સમારોહ સહિતના કાર્યક્રમો ઉજવાયા હતા. ખોખરા હનુમાન ખાતે નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે ‘હાલ મારી પરિસ્થિતિ. નાણાં વગરનો નાથિયો નાણે નાથાલાલ જેવી છતાં માતાજીએ મને ઉદ્ઘાટન માટે આમંત્રિત કર્યો ‘ નીતિન પટેલના આ ભાષણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે
ઘટનાની વિગતે વાત કરીએ તો મોરબી ના ખોખરા હનુમાન ખાતે વેદ વિદ્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે નિતીન પટેલ એ સંબોધન કરતા કહ્યું કે ‘નાણાં વગરનો નાથિયો નાણે નાથાલાલની જેમ જ્યારે સતા પર હોય ત્યારે બધા આમંત્રણ આપે છે અને ઉદ્ઘાટનનું આમંત્રણ જ્યારે તેઓ નાયબ મુખ્યમંત્રી હતા ત્યારે આપવામાં આવ્યું હતું પછી નવી સરકારની રચના થઈ અને પક્ષે જવાબદારી સોંપી છતાં પણ માતાજી નો ફોન આવ્યો કે તમારે તો આવવાનું જ છે આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીનો હોદ્દો નથી છતાં પણ તેઓને બોલાવવામાં આવ્યા છે આજ તેનો આનંદ છે.
વધુ માંનીતિન પટેલ એ ઉમેર્યું કે ‘હાલ માં મારી પરિસ્થિતિ નાણાં વગરનો નાથિયો ને નાણે નાથાલાલ જેવી છે.’ ત્યારે આ તકે માતાજીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ બાદ નીતિન પટેલની સ્પીચનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અગાઉ પણ નીતિન પટેલે આપેલી અનેક સ્પીચનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.