Face Of Nation, 03-10-2021: નવા કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા કિસાનોનું આંદોલન હવે હિંસક થવા લાગ્યું છે. કિસાનોએ યુપીના લખીમપુર ખીરીમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્રની બે કારોમાં આગ લગાવી દેવામાં આવી છે. આ ઘટનામાં 6 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. પરંતુ હજુ તેની પુષ્ટિ થઈ શકી નથી. કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે લખીમપુર ખીરીમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી
જાણકારી પ્રમાણે ઉત્તરપ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય રવિવારે લખીમપુર ખીરીમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના ટેનીના ગામ બનવીરપુર જઈ રહ્યા હતા. તેમને રિસીવ કરવા માટે અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા કાફલા સાથે ઘરેથી નિકળ્યો હતો. આ દરમિયાન રસ્તામાં આશિષ મિશ્ર અને તેની સાથે ચાલી રહેલી એક ગાડીને કિસાનોએ રોકી લીધી. તે તેને નવા કૃષિ કાયદાને પરત લેવાની માંગ કરવા લાગ્યા હતા.
કિસાનોથી બચવા માટે કેન્દ્રીય મંત્રીના પુત્ર આશીષ મિશ્રાના ડ્રાઇવરે સ્પીડ વધારીને ભાગવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન કેટલાક કિસાન ગાડીની સામે આવી ગયા, જેના કારણે 6 લોકોના મોત થયા છે અને 8 કિસાનોને ઈજા થવાના સમાચાર છે. આ ઘટના બાદ નારાજ કિસાનોએ મંત્રીના પુત્રની બે ગાડીને આગને હવાલે કરી દીધી હતી.
કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીએ ઝી મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, આ ઘટનામાં છ લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે, મૃત્યુ પામેલા લોકોમાં 4 તેમની પાર્ટીના કાર્યકર્તા છે. તો બે લોકો અન્ય છે. તેમણે આરોપ લગાવ્યો કે ઉપદ્રવીઓએ ગાડીઓ પર પથ્થર મારો કર્યો અને 4 લોકોની હત્યા કરી દીધી. તેમણે દાવો કર્યો કે આ ઘટના સમયે તેમનો પુત્ર સ્થળ પર હાજર નહતો. તેમની પાસે આ વાતનાી પૂરાવાનો વીડિયો છે. તો આ ઘટનાને મુખ્યમંત્રી યોગીએ ગંભીરતાથી લીધી છે. તે પોતાનો ગોરખપુર પ્રવાસ પડતો મુકી લખનઉ પરત ફર્યા અને અધિકારીઓ પાસે માહિતી મેળવી છે. તેમના નિર્દેશ પર એડીજી સહિત ઘણા અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)