Face Of Nation, 04-10-2021:મળતી વિગતો પ્રમાણે, કચ્છ જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભાવ્યો છે , રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.9 નોંધાઈ છે જ્યારે દુધઈથી 21 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું છે. ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. કંપના આંચકાને પગલે સ્થાનિકો તાત્કાલિક અસરથી ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે, આ ભૂકંપમાં કોઈ જાનહાનિ થઈ હોય તેવા કોઈ અહેવાલો પ્રાપ્ત થયાં છે.
તો આ તરફ અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બપોરે 2 વાગ્યેને 32 મિનિટે ધરતીકંપ થતાં સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. તો ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉનાથી આશરે 30 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું હતું
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી જણાવ્યા અનુસાર અરૂચાલ પ્રદેશમાં બપોરે 3: 6 વાગ્યે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી પાસેથી મળેલી માહિતીના આધારે અરૂણાચલ પ્રદેશમાં રવિવારે ભૂકંપના આંચાકા અનુભવાયા હતાં. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી હતી. આ ભૂકંપ બપોરે 3: 6 કલાકે આવ્યો હતો અને તેનું મુખ્ય કેન્દ્વ અરૂણાચલના ચાંગલાંગમાં નોધાયું હતું. અત્યાર સુધી કોઈ જાનહાનિ અથવા સંપત્તિના નુક્શાનના અહેવાલો મળ્યાં નથી (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)