Face Of Nation, 05-10-2021: વડોદરા હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ મામલે આરોપી અશોક જૈનની આગોતરા જામીન અરજીની આજે વધુ સુનાવણી હાથ ધરાશે. જો કે, સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. તો બીજી તરફ હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ મામલે રાજકીય અગ્રણી ધર્મેન્દ્રસિંહ વાઘેલાની પૂછપરછ કરાઈ હતી. જેમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પૂછપરછમાં મોટો ખુલાસો કર્યો છે.
વડોદરામાં હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં આરોપી અશોક જૈનની આગોતરા જામીન અરજીની આજે વધુ સુનાવણી હાથ ધરાશે. પોલીસે આરોપી અશોક જૈનને આગોતરા જામીન ના આપવા કોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું છે. સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. આરોપી અશોક જૈને પેપ્સીમાં કેફી પીણું મિક્સ કરીને દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કર્યો હતો.
પીડિતાના ફ્લેટની એક ચાવી અશોક જૈન પાસે રહેતી હતી. નિસર્ગ કોમ્પલેક્ષમાં અશોક જૈનના અવર જવરના ફૂટેજ કબજે, ફ્લેટનું છેલ્લું ભાડું અશોક જૈનએ ચૂકવ્યું હતું. વાસણા રોડના હેલીગ્રીન એપાર્ટમેન્ટના પેન્ટહાઉસમાં પીડિતા અને જૈન સાથે હતા, મોબાઈલ ટાવર લોકેશન મળ્યા હતા.
તો બીજી તરફ હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ મામલે રાજકીય અગ્રણી ધર્મેન્દ્રસિંહ વાઘેલાની પૂછપરછ કરાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે 5 કલાક સુધી ધર્મેન્દ્રસિંહ વાઘેલાની પૂછપરછ કરી છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પૂછપરછમાં ખુલાસો કરતા કહ્યું હતું કે, 20 સપ્ટેમ્બરની સાંજે 5.30 વાગ્યે રાજુ ભટ્ટ અને કાનજી મોકરિયા પેટ્રોલ પંપ પર પહેલાથી જ હાજર હતા. કાનજી મોકરિયાને ઓળખું છું, મયંક બ્રહ્મભટ્ટને ઓળખતો નથી. કેદાર કાનીયા અને રાજુ ભટ્ટે મયક બ્રહ્મભટ્ટ સાથે ફોન પર વાત કરી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)