Home News દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં ઘટાડો, જાણો કેટલા કેસ નોંધાયા

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં ઘટાડો, જાણો કેટલા કેસ નોંધાયા

Face Of Nation, 05-10-2021: દેશમાં જીવલેણ કોરોના વાયરસના મામલા  ફરીથી ઘટ્યા છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 18,346 નવા કેસ અને 263  સંક્રમિતોના મોત થયા છે. આજે નોધાયેલા કેસ 209 દિવસની નીચલી સપાટી છે.  એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2,52,902 પર પહોંચી છે.  જ્યારે રિકવરી રેટ 97.93 ટકા થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં જ 8,850 નવા કેસ નોંધાયા હતા અને 149 લોકોના મોત થયા હતા. આમ કેરળની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે.

દેશમાં કોરોનાની શું છે સ્થિતિ

કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 38 લાખ 53 હજાર 048

કુલ એક્ટિવ કેસઃ 2 લાખ 52 હજાર 902

કુલ મોતઃ 4 લાખ 49 હજાર 886 (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)