https://www.youtube.com/watch?v=Slotzu3LL1c
Face Of Nation, 05-10-2021 : ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતો પર કાર ચઢાવવા મામલે એક નવો વીડિયો સામે આવ્યો છે. નોંધનીય છે કે એબીપી ન્યૂઝ આ વીડિયોની પુષ્ટી કરતા નથી. આ વીડિયોમાં કાર કોણ ચલાવી રહ્યું હતુ તે પણ સ્પષ્ટ જોઇ શકાતું નથી. આ વીડિયો આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે ટ્વિટર પર પોસ્ટ કર્યો છે.
ટ્વિટર પર વીડિયો પોસ્ટ કરતા સંજય સિંહે લખ્યું કે શું આ પછી પણ કોઇ પુરાવો જોઇએ? જુઓ સત્તાના અહંકારમાં ચૂર ગુંડાએ ખેડૂતોને પોતાની કાર નીચે કેવી રીતે કચડીને મારી નાખ્યા. કેટલીક ચેનલ જ્ઞાન આપી રહ્યા હતા કે મંત્રીનો દીકરો જીવ બચાવીને ભાગ્યો હતો.
क्या इसके बाद भी कोई प्रमाण चाहिये?
देखिये सत्ता के अहंकार में चूर गुंडे ने किसानो को अपनी गाड़ी के नीचे कैसे रौंदकर मार दिया कुछ चैनल ज्ञान दे रहे थे मंत्री का बेटा जान बचाने के लिए भागा।#किसान_हत्यारी_भाजपा pic.twitter.com/D9Mb4Iu7qm— Sanjay Singh AAP (@SanjayAzadSln) October 4, 2021
આ સાથે જ યુથ કોગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ પણ આ વીડિયો ટ્વિટર પર શેર કરતા વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. શ્રીનિવાસે લખ્યું કે કોઇ ખેડૂત ના તોફાન મચાવી રહ્યો હતો ના કોઇ ખેડૂતે ગાડી પર પથ્થરમારો કરી રહ્યો હતો. મંત્રીનો દીકરો પોતાના બાપના આદેશનુ પાલન કરી રહ્યો હતો. ખેડૂતોને નિર્દયી રીતે પાછળથી કચડી રહ્યો હતો. હવે બધુ જ સામે છે. શરમ કરો નરેન્દ્ર મોદી..
TW: Extremely disturbing visuals from #LakhimpurKheri
The silence from the Modi govt makes them complicit. pic.twitter.com/IpbKUDm8hJ
— Congress (@INCIndia) October 4, 2021
વીડિયોમાં જોઇ શકાય છે કે ખેડૂતો રસ્તા પર ચાલતા જોઇ શકાય છે. પાછળથી એક બ્લેક અને મિલિટ્રી કલરની એસયુવી આવે છે અને ખેડૂતોને પાછળથી ટક્કર મારતી આગળ વધે છે. આ વચ્ચે એક વૃદ્ધ ખેડૂત કારના બોનેટ પર પડતા જોઇ શકાય છે. તસવીરો ખૂબ સ્પષ્ટ નથી પરંતુ કાર ટક્કર મારતા આગળ વધી રહી છે જેના પરથી લાગી રહ્યું છે કે અનેક ખેડૂતોને ટક્કર મારતા કાર વધી હશે. કેટલાક લોકોની ચીસો પણ સાંભળી શકાય છે. લખીમપુર ખીરીમાં બે દિવસની હિંસા બાદ ખેડૂતો અને વહીવટીતંત્ર વચ્ચે સમાધાન થયું હતું. સરકારે મૃતક ખેડૂતોના પરિવારજનોને 45-45 લાખ રૂપિયાની સહાય અને ઇજાગ્રસ્તો ખેડૂતોને 10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
વડોદરા હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં થયો મોટો ઘટસ્ફોટ, રાજકીય અગ્રણીની 5 કલાક પૂછપરછ