Home Uncategorized ગાંધીનગર મનપાની ચૂંટણીમાં આપના એકમાત્ર ઉમેદવાર તુષાર પરીખની જીત, કોંગ્રેસના ખાતામાં બે...

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં આપના એકમાત્ર ઉમેદવાર તુષાર પરીખની જીત, કોંગ્રેસના ખાતામાં બે બેઠક

Face Of Nation, 05-10-2021:  ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ રચ્યો છે. અહીં ભારતીય જનતા પાર્ટીએ જંગી જીત મેળવી છે. કુલ 44 બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટીએ 41 બેઠક કબજે કરી છે. એક બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને બે બેઠક પર કૉંગ્રેસ પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે. એટલે કે અહીં કૉંગ્રેસ પાર્ટી સાફ થઈ ગઈ છે, જ્યારે બહુ ગાજેલી આમ આદમી પાર્ટી વરસી નથી. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ અને નવા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે લિટ્મસ ટેસ્ટ સમાન હતી. જોકે, બંને આ કસોટીમાં ખરા ઉતાર્યાં છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ જોરશોરથી પ્રચાર કર્યો હતો. જોકે, અહીં આમ આદમી પાર્ટી ફક્ત એક બેઠક જીતવામાં સફળ રહી છે. ચૂંટણી પરિણામ પ્રમાણે વોર્ડ નંબર 6માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તુષાર પરીખની જીત થઈ છે. આ સાથે જ આમ આદમી પાર્ટીએ ગાંધીનગરમાં ખાતું ખોલાવ્યું છે.

2010ના વર્ષમાં ગાંધીનગર મહાનગરપાલિકાની રચના થઈ હતી. જે બાદમાં 2011ના વર્ષમાં યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં કૉંગ્રેસ પાર્ટીને 18 બેઠક મળી હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટીને 15 બેઠક મળી હતી. એટલે કે આ ચૂંટણીમાં કૉંગ્રેસ પાર્ટીને સ્પષ્ટ બહુમતિ મળી હતી. જોકે, 2012ના વર્ષમાં મેયરે પક્ષપલટો કરી લેતા સત્તા ભાજપના હાથમાં ગઈ હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)