Face Of Nation, 06-10-2021: ગુજરાત રાજ્ય માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે, એક અહેવાલ પ્રમાણે ઉ.ગુજરાતના ગામડાઓમાં બપોરના રોજ પાવર કાપની જાહેરાત કરવામાં આવી છે. અત્યંત ચોંકાવનારી વાત છે કે છેલ્લા 20 વર્ષ કે તેથી વધુ વર્ષોમાં વીજળી કાપ રાજ્યના જનતાએ જોયો નથી. આટલા વર્ષો પછી પ્રથમ વખત વીજકાપ આવી રહ્યો છે.
બીજી તરફ UGVCLએ એપણ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી કોલસાની અછત પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પાવર કાપ ચાલું રહેશે, ત્યારે આ વચ્ચે ગામડાઓમાં વસવાટ કરનાર લોકોની મુશ્કેલીમાં વધારો થશે. ગામડાઓની હાલત બદ્થી બદતર થશે તેવી આંશકાઓ પણ સેવાઈ રહી છે. UGVCL એ કાપ જાહેર કર્યો છે. આ કંપની છેક ધોલેરા સુધી વિજ વિતરણ કરે છે.
કોલસાની અછતથી ઉત્તર ગુજરાતના ગામડાઓમાં વીજકાપ,
UGVCL એ સરપંચોને કરી જાણ,
કોલસાની અછત પુરી ન થાય ત્યાં સુધી બપોરના સમયે રહશે વીજકાપ
ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડેનું સુત્ર છે ‘સર્વોત્તમ સર્વિસ દ્વારા ગ્રાહકોને સંતોષ આપવો..’ પરંતુ તેની સર્વિસ કેવી છે એ સૌ જાણે છે. અમદાવાદ શહેરનો ઘણો વિસ્તાર ઉત્તર ગુજરાત વીજ કંપનીના તાબામાં આવે છે. ત્યાં લાઈટ ગમે ત્યારે જતી રહેવાના બનાવો નોંધાતા રહે છે. સરકાર વિજય રૃપાણીની હોય કે ભુપેન્દ્ર પટેલની હોય વીજ કંપનીની કામ કરવાની ક્ષમતામાં જરાય વધારો થતો નથી કે પ્રજાના પ્રશ્નો ઉકેલવાની વૃત્તિ જોવા મળતી નથી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)