Face Of Nation, 07-10-2021: કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુને લખીમપુર જતા મંગળવારે સહારનપુરમાં રોકવામાં આવ્યા હતા. સિદ્ધુ લખીમપુરમાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને મળવા જઈ રહ્યા હતા. ઉત્તરપ્રદેશ પોલીસે તેમને લખીમપુર જવાની મંજૂરી આપી નથી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉત્તરપ્રદેશ વહીવટીતંત્રે માત્ર 5 નેતાઓને યુપીમાં પ્રવેશવાની મંજૂરી આપી છે. પરંતુ નવજોત સિંહ સિદ્ધુ કાફલા સાથે આગળ વધવાની માંગ પર અડગ છે. તેમની માંગ છે કે કાં તો તેમના આખા કાફલાને લખીમપુર જવા દેવામાં આવે, અથવા તેમની ધરપકડ કરવામાં આવે.
#KisanMazdoorEktaZindabad #JittegaKisan pic.twitter.com/LJeyW5FThX
— Navjot Singh Sidhu (@sherryontopp) October 7, 2021
લખીમપુર હિંસાને લઈને નવજોત સિંહ સિદ્ધુ સતત ભાજપ સરકારને નિશાન બનાવી રહ્યા છે. આ પહેલા બુધવારે તેમણે પ્રિયંકા ગાંધીને કસ્ટડીમાં લેવા માટે ભાજપ પર નિશાન સાધ્યું હતું. સિદ્ધુએ ટ્વિટ કર્યું હતું કે, 54 કલાક વીતી ગયા છે, પ્રિયંકા ગાંધીને કોઈ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા નથી. 24 કલાકથી વધુ સમય સુધી ગેરકાયદેસર રીતે કોઈની અટકાયત કરવી એ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. ભાજપ અને ઉત્તર પ્રદેશ પોલીસ તમે ભારતના બંધારણની ભાવનાનું ઉલ્લંઘન કરી રહ્યા છો. તમે મૂળભૂત માનવ અધિકારોને ઠેસ પહોંચાડી રહ્યા છો.
અગાઉ સિદ્ધુએ ભાજપ સરકારને ખુલ્લો પડકાર આપ્યો હતો. તેમણે લખ્યું હતું કે, જો ખેડૂતોની બર્બર હત્યામાં સંડોવાયેલા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્રની બુધવાર સુધી ધરપકડ કરવામાં નહીં આવે અને તેમના નેતા પ્રિયંકા ગાંધીને છોડવામાં નહીં આવે તો પંજાબ કોંગ્રેસ લખીમપુર ખેરી માટે કૂચ કરશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)