Face Of Nation, 08-10-2021: ભારત અને ચીન વચ્ચે લેહમાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે હવે અરુણાચલ પ્રદેશમાં પણ તણાવના સમાચાર છે. અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર આમને સામને આવી ગયા. કમાન્ડર સ્તરની વાતચીત બાદ આ મામલો ઉકેલાયો. ભારત અને ચીન બંને દશોના સૈનિકો પેટ્રોલિંગ દરમિયાન ભીડી ગયા હતા. ઘર્ષણની આ ઘટના ગત અઠવાડિયે ઘટી હતી.
ચીનની હરકતોને ભારતીય સેના હવે જરાય સહન કરવાના મૂડમાં નથી. ઉત્તરાખંડના બારાહોતી બાદ હવે અરુણાચલ પ્રદેશમાં ચીનના લગભગ 200 જેટલા સૈનિકો તિબ્બતથી ભારતની જમીનમાં ઘૂસી આવ્યા. ચીની સૈનિકોએ ખાલી બંકરોને નુકસાન પહોંચાડવાની કોશિશ પણ કરી. તવાંગમાં ભારતીય સૈનિકોએ ચીનના જવાનોને કસ્ટડીમાં લીધા. જો કે આ બધુ થોડીવાર માટે અસ્થાયી રીતે હતુ. સેના તરફથી આ મામલે કોઈ અધિકૃત પ્રતિક્રિયા આવી નથી.
The engagement between the two sides lasted for a few hours & was resolved as per the existing protocols. There was no damage caused to own defences in the engagement: Sources in Defence Establishment (2/2)
— ANI (@ANI) October 8, 2021
સૂત્રોએ જણાવ્યું કે ગત અઠવાડિયે અરુણાચલ પ્રદેશ સેક્ટરમાં એલએસી પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું છે. ચીની સૈનિકો LAC ક્રોસ કરીને ભારત તરફ આવી ગયા હતા. આ ઘર્ષણ થોડા કલાકો માટે ચાલ્યું હતું.
ભારત અને ચીનના સૈનિકો પેટ્રોલિંગ દરમિયાન ઘર્ષણમાં ઉતરી આવ્યા હતા. રક્ષા સૂત્રોના જણાવ્યાં મુજબ બંને બાજુ કોઈ નુકસાન થયું નથી અને કમાન્ડર સ્તરની કેટલાક કલાકોની વાતચીત બાદ સ્થિતિ સામાન્ય થઈ ગઈ.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)