Home News શ્રીનગરમાં પોલીસ ટીમ પર હુમલો, જવાબી કાર્યવાહીમાં આતંકી ઠાર

શ્રીનગરમાં પોલીસ ટીમ પર હુમલો, જવાબી કાર્યવાહીમાં આતંકી ઠાર

Face Of Nation, 09-10-2021: શ્રીનગરમાં પોલીસ ટીમ પર આતંકી હુમલો થયો છે. આ હુમલાનો જડબાતોડ જવાબ આપતા પોલીસ કર્મચારીઓએ એક આતંકવાદીને ઠાર કર્યો છે. માર્યો ગયેલો આતંકી લશ્કરનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસે તેની પાસેથી હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે. ત્યારે શ્રીનગરના મેથાન વિસ્તારમાં આતંકવાદીઓ સાથે સુરક્ષા દળોનું એન્કાઉન્ટર થયું છે. દરમિયાન, કાશ્મીરની સુરક્ષાને લઈને ગૃહમંત્રી અમિત શાહ અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા આજે બેઠક કરવા જઈ રહ્યા છે.

મળતી માહિતી મુજબ શ્રીનગરના નાટીપોરામાં આતંકીઓએ પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. તેના જવાબમાં પોલીસે કરેલી કાર્યવાહીમાં લશ્કરનો એક આતંકવાદી માર્યો ગયો હતો. માર્યા ગયેલા આતંકવાદી પાસેથી મેળવેલા ઓળખપત્ર અનુસાર, તેની ઓળખ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા ટ્રેન્ઝ શોપિયાના આકીબ બશીર કુમાર તરીકે થઈ છે.

સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકીઓની શોધખોળ ચાલુ છે. છેલ્લા પાંચ દિવસમાં ખીણમાં સાત નાગરિકો માર્યા ગયા છે, જેમાંથી છ શહેરમાં માર્યા ગયા છે. મૃતકોમાં ચાર લઘુમતી સમુદાયના હતા. જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંઘનું કહેવું છે કે આતંકવાદીઓ ભયનું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને વર્ષો જૂની કોમી સંવાદિતાને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમણે કહ્યું કે ગરીબી અને આતંકનો સમન્વય છે. સુરક્ષા દળો આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપી રહ્યા છે અને તેમને આપતા રહેશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)