Home News રજનીશ રાય હવે આઇઆઇએમ અમદાવાદના વિદ્યાર્થીઓને સરકારી પોલિસી ભણાવશે

રજનીશ રાય હવે આઇઆઇએમ અમદાવાદના વિદ્યાર્થીઓને સરકારી પોલિસી ભણાવશે

રાય પબ્લિક સિસ્ટમ ગ્રૂપમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાયા
આઈઆઈએમ અમદાવાદે આ વર્ષે 7 નવા ફેકલ્ટીની નિમણૂંક કરી

Face Of Nation:અમદાવાદ: ગુજરાત કેડરના ભૂતપૂર્વ આઇપીએસ ઓફિસર અને સોહરાબુદ્દીન એન્કાઉન્ટરમાં ચર્ચાસ્પદ બનેલા રજનીશ રાય હવે આઇઆઇએમ-અમદાવાદના વિદ્યાર્થીઓને સરકારી પોલિસી ભણાવશે. રાય પબ્લિક સિસ્ટમ ગ્રૂપમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાયા છે.

IIMમાં 7 નવા ફેકલ્ટીની નિમણૂંક થઈ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કમિટી સામે ઇન્ટરવ્યૂ દરમિયાન રજનીશ રાયે તેમની સામે ચાલતા કેસની માહિતી કમિટીને આપી હતી, સાથે જ તેમણે કમિટીને જણાવ્યું કે જો કમિટીને લાગતું હોય તો હું અત્યારે પણ ફેકલ્ટી માટેનું ઉમેદવારી પત્ર પરત ખેંચી શકું છું. આ વર્ષે આઇઆઇએમ-એ 7 નવા ફેકલ્ટીની નિમણૂક કરી છે. તમામ ઉમેદવારો માટે એક ફેકલ્ટી રિક્રૂટમેન્ટ સેમિનાર યોજાયો હતો. જેમાં પાંચ પ્રોફેસર અને સ્ટુડન્ટ્સની કમિટી ઉમેદવારોને એક મુદ્દો આપે છે. જેના પર તેઓ પ્રેઝન્ટેશન રજૂ કરે છે.

રાયે તેમની સામેના કેસની માહિતી આપી
રજનીશ રાયની કેમ્પસમાં 6 જૂનથી નિમણૂંક થઇ છે. ખાસ કરીને સરકારી પોલિસીમાં તેઓ એક્સપર્ટ છે. તેઓએ ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાના ભૂતકાળ વિશે તમામ બાબતોને શેર કરી હતી. આઇઆઇએમ-એના ડાયરેક્ટર ઇરોલ ડિસોઝાના જણાવ્યા પ્રમાણે, આઇઆઇએમ-એના નક્કી કરેલા તમામ ધારા ધોરણોનું અનુકરણ કરીને જ રજનીશ રાયની નિમણૂંક કરી છે.