Home Uncategorized લખીમપુર ખીરી હિંસા કેસમાં 12 કલાકની પૂછપરછ બાદ છેવટે આશિષ મિશ્રાની કરાઇ...

લખીમપુર ખીરી હિંસા કેસમાં 12 કલાકની પૂછપરછ બાદ છેવટે આશિષ મિશ્રાની કરાઇ ધરપકડ

Face Of Nation, 10-10-2021: ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી હિંસા કેસમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના દીકરા આશિષ મિશ્રાની મોડી રાતે ધરપકડ કરી લેવામાં આવી છે. ડીઆઈજી અતુલ અગ્રવાલે આશિષ મિશ્રાની ધરપકડની જાણકારી આપી છે.

પોલીસે આશિષ મિશ્રા ઉર્ફે મોનુની ધરપકડ કર્યાની જાણકારી આપતા જણાવ્યુ કે, આશિષ ઘટના અંગેની સાચી જાણકારી આપતો ન હતો. આ સાથે તે તપાસમાં પણ સહયોગ આપતા ન હતા.આશરે 12 કલાક સુધી આશિષની પૂછપરછ કરવામાં આવી હતી. તેની સામે હત્યા, અકસ્માતમાં મોત, ગુનાહિત ષડયંત્ર રચવા તથા બેદરકારીપૂર્વક વાહન ચલાવવાને લગતી કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

પોલીસની પૂછપરછ દરમિયાન આશિષ મિશ્રા પોલીસના પ્રશ્નોના જવાબ આપી શક્યા ન હતા. આશિષ બનાવના દિવસે 2:30થી બપોરે 3:30 સુધીની વિગતો આપી શક્યો ન હતો. ડીઆઈજી ઉપેન્દ્ર અગ્રવાલે કહ્યું કે, આશિષ મિશ્રા તપાસમાં સહકાર આપી રહ્યા નથી, પ્રશ્નોના યોગ્ય જવાબો આપી રહ્યા નથી, અમે તેમની સત્તાવાર રીતે ધરપકડ કરી છે, હવે તેમને મેડિકલ કરાવ્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

વિપક્ષ સતત આશિષ મિશ્રાની ધરપકડ કરવાની માંગ કરી રહ્યો હતો. ખેડૂત નેતા રાકેશ ટીકૈતે પણ આશિષની ધરપકડ કરવાની માંગ કરી હતી. દરમિયાન, યુપી સરકારે કહ્યું હતું કે, તે કોઈ પણ દબાણ વગર આ કેસમાં પીડિત પક્ષને ન્યાય આપશે. ઉલ્લેખનીય છે કે, લખીમપુર હિંસામાં 4 ખેડૂતો સહિત 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઉત્તર પ્રદેશ સરકારે તમામ મૃતક ખેડૂતોના પરિવારને 45-45 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી. આ સિવાય મૃતકના પરિવારના સભ્યને પણ સરકારી નોકરી આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કેઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનના દીકરા આશિષ મિશ્રાના સમર્થકો અને ખેડૂતો વચ્ચે થયેલા સંઘર્ષમાં કુલ આઠ લોકોનાં મોત થયા હતા. આ મામલે હાલ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)