Face Of Nation, 11-10-2021: ભારતમાં થર્મલ પાવર સ્ટેશન કોલસાની તંગીનો સામનો કરી રહ્યા છે. સરકારનો પ્રયાસ છે કે વહેલી તકે પાવર સ્ટેશન સુધી કોલસાની સપ્લાઈને ફરી ધમધમતી કરી દેવામાં આવે. પરંતુ સરકાર પાસે સમય ઓછો છે. તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કોલસાની વધેલી કિંમતોએ પણ સંકટમાં મોટો ભાગ ભજવ્યો છે. છેલ્લા થોડા સમયમાં વૈશ્વિક સ્તરે કોલસાની કિંમતમાં 40 ટકાનો ઉછાળો જોવાયો છે.
દેશમાં વીજળીની માંગનો આશરે 70 ટકા વીજળીનો પુરવઠો કોલસાથી ઉત્પન્ન થાય છે. જો કે ભારતીય ખાણોમાંથી નીકળનારા કોલસાની ક્વોલિટી બહુ સારી ન હોવાથી વિદેશમાંથી કોલસાની આયાત કરવી પડે છે.
ભારત ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા, અમેરિકામાંથી કોલસાની આયાત કરે છે. સરકારે સંકટનો સામનો કરવા માટે આશરે 700 મેટ્રીક ટન કોલસાની આયાતનું અનુમાન લગાવ્યું હતુ. પરંતુ ઈન્ટરનેશન માર્કેટમાં કોલસાની કિંમત 40 ટકા જેટલી વધી ગઈ. ઈન્ડોનેશિયામાં માર્ચ-2021માં કોલસાની કિંમતમાં 60 ડોલર પ્રતિ ટન હતી. જે વધીને 200 ડોલર પ્રતિ ટન થઈ ગઈ. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં કોલસાની કિંમત પણ ઝડપથી વધી છે. ભારત વીજ ઉત્પાદન માટે 70 ટકા કોલસો ઓસ્ટ્રેલિયામાંથી ઈમ્પોર્ટ કરે છે પરંતુ અહીં ભાવ વધવાથી કોલસાની આયાત ઘટી ગઈ છે.
દેશમાં જે વીજળી બને છે તેમાંથી 25 ટકા કેન્દ્ર સરકારની સંસ્થાઓ બનાવે છે. 27 ટકા રાજ્યના એકમો બનાવે છે. જ્યારે કે 48 ટકા પ્રાઈવેટ સેક્ટર એકમો ઉત્પાદન કરે છે. તહેવારની સીઝન અને કોરોના સંકટ પર નિયંત્રણના કારણે વધેલી આર્થિક ગતિવિધિના કારણે વીજ ડિમાન્ડમાં વધારો થયો.
દેશમાં 2 ઓક્ટોબર-2020માં વીજ ડિમાન્ડ 159 ગીગાવોટ હતી. જેની સામે 4 ઓક્ટોબર 2021માં વીજ ડિમાન્ડ વધીને 174 ગીગાવોટ રહી. એટલું જ નહીં દેશમાં વીજળીના આશરે 28 કરોડ ગ્રાહકો પણ વધ્યા છે. જેના કારણે પણ વીજ ડિમાન્ડમાં વધારો થયો. જેની સામે ઉત્પાદન પુરતૂ ન હોવાથી વીજ સંકટની સમસ્યા સર્જાઈ શકે છે.
(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)